પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર

ત્યાગ કરવો, એ મુમુક્ષુને માટે આવશ્યક છે. કોઇ ધર્મ એવો નથી કે જેમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, ઇત્યાદિકનો સ્વીકાર ન હોય; કોઇ ધર્મ એવો નથી કે જેમાં કાળે કરીને અશુદ્ધિઓ પેઠી ન હોય. માટે જેમ વર્ણાશ્રમવ્યવસ્થાના ધર્મો પાળ્યા છતાં એનું મિથ્યાભિમાન રાખવું ઉચિત નથી, તેમજ પોતાના ધર્મને અનુસર્યા છતાં એનું મિથ્યાભિમાન ત્યાજ્ય જ છે.