પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર


એક ભજનો હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં છે; એ માન્યતાના જોરમાં સંપ્રદાયપ્રવર્તકોએ ઘણીવાર પ્રેમવૃત્તિનો નાશ થઇ જાય એવા ઉપદેશો પણ કરેલા છે. 'માતાપિતા ખોટાં છે', 'કુટુંબીઓ સર્વે સ્વાર્થાનાં જ સગાં છે', 'કોની મા અને કોના બાપ?' વગેરે પ્રેમવૃત્તિનો નાશ કરનારી ઉપદેશશ્રેણીનો આપણા ધાર્મિકગ્રન્થોમાં તોટો નથી. એ ઉપદેશશ્રેણીની અસર તળે આવી કેટલાક પુરુષો પ્રત્યક્ષની ભક્તિને ગૌણ કરી પરોક્ષ અવતારો અથવા કાલ્પનિક દેવોની જડ ભક્તિનું માહાત્મ્ય સમજી અથવા ભૂલ ભરેલા વૈરાગ્યની ભાવનાથી પ્રેરાઇ કુટુંબીઓ પ્રત્યે નિષ્ઠુર થઇ જાય છે. યાવજ્જીવન સેવા કરતાં પ્રાણ ખપી જાય તોયે જે માતાપિતા અને ગુરુના ઋણમાંથી છૂટી શકાતું નથી, એવા અત્યન્ત પૂજનીય અને પવિત્ર સંબંધને પાપરૂપ, બંધનકારક કે સ્વાર્થયુક્ત લેખવો એ એક ભારેમાં ભારે ભૂલ છે. હિન્દુસ્તાનના આધ્યાત્મિક માર્ગને પણ ચેતનથી ભરી દેવાને બદલે ઉલટો જડ બનાવ્યો છે. જે સંતો મહત્તાને પામ્યા છે તેમણે કદાપિ એક કાળે એ ભૂલો કરી હોય તોપણ એમાંથી એમને છૂટવું જ પડ્યું છે. નૈસર્ગિક રહેલ પૂજ્યભાવના, વાત્સલ્યભાવના, મિત્રભાવના વગેરેને સ્વાભાવિક સંબંધોમાં બતાવવાનું પોતાની ભૂલને લીધે અશક્ય થઇ પડવાને લીધે, એમને એ ભાવનાઓ કૃત્રિમ રીતે પણ વિકસાવવી પડી છે એટલે કોઇ દેવીમાં, પાંડુરંગમાં, બાળકૃષ્ણમાં, કનૈયામાં,
૯૮