પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહાવીર


પા૦ ૯૪: વાદ- જે પરિણામો આપણને પ્રત્યક્ષપણે માલૂમ પડે છે, પણ તેનાં કારણો અત્યંત સૂક્ષ્મતાને લીધે અથવા બીજાં કોઇ કારણને લીધે પ્રત્યક્ષ પ્રમાણથી ઠરાવી શકાતાં નથી, તે પરિણામો સમજાવવા તેનાં કારણો વિષે જે કલ્પના કરવામાં આવે છે તે વાદ (hypothesis theory) કહેવાય. ઉદાહરણાર્થ, સૂર્યનાં કિરણો આપણી પૃથ્વી સુધી આવે છે એ આપણે રોજ જોઇએ છીએ. એ પરિણામ આપણને પ્રત્યક્ષ છે. પણ એ કિરણો કરોડો માઈલનું અંતર કાપી આપણી આંખ સામે કેમ અથડાય છે, એટલે તેજનાં કિરણો પ્રકાશમાન વસ્તુમાં જ ન રહેતાં આગળ કેમ વધે છે, એ કારણ આપણે પ્રત્યક્ષ રીતે જાણી શકતા નથી. પણ કારણ વિના કાર્ય હોઈ શકે નહિ એમ આપણી ખાત્રી હોવાથી, આપણે કાંઇ પણ કારણની કલ્પના કરવા પ્રયત્ન કરીયે છીયે; દાખલા તરીકે કિરણની બાબતમાં 'ઈથર' તત્ત્વનાં આંદોલન એ પ્રકાશનો અનુભવ અને વિસ્તારનું કારણ કલ્પાય છે. આંદોલનની આવી કલ્પના એ વાદ ગણાય.* એવાં આંદોલનો છે જ એ કદી પુરાવાથી સાબીત નહિ થાય. આવી કલ્પના જેટલી સરળ, સર્વે સ્થૂળ પરિણામો સમજાવવા માટે બંધબેસતી તેટલો એ વાદ વિશેષ ગ્રાહ્ય થાય છે. પણ જુદા જુદા વિચારકો જુદી જુદી કલ્પનાઓ અથવા વાદો રચી એક જ પરિણામને સમજાવે, ત્યારે એ વાદો વિષે મતભેદ

૧૦૦