પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ-મહાવીર


ટળી ગઇ - તેણે તે તે માર્ગોનો પ્રચાર કર્યો. એ માર્ગોની શોધમાં જ અનેક પ્રકારનાં દર્શનશાસ્ત્રો ઉપજ્યાં. મહાવીર આ પ્રકૃતિની એક પ્રતિમા છે.


દુઃખમાંથી
મુક્તિ

૨. બુદ્ધની પ્રકૃતિ આથી ભિન્ન છે. જન્મ પહેલાંની અને મરણ પછીની સ્થિતિની ચિંતા કરવાની એમને હોંશ નથી. જન્મ જો દુઃખ રૂપ હોય તો પણ આ જન્મનું દુઃખ તો સહન થઈ ગયું. પુનર્જન્મ આવતો હશે તો આ જીવનનાં સુકૃત અને દુષ્કૃતને અનુસરીને જ આવશે; માટે આ જન્મ જ આગલા જન્મનો કહો કે મોક્ષનો કહો - સર્વેનો આધાર છે. આ જીવનને સુધારીયે તો ભવિષ્યના જન્મોની ચિંતા કરવાની કશી જરૂર નથી, કારણકે જેણે આ જન્મ સુધાર્યો છે તેનો બીજો જન્મ આજ કરતાં ખરાબ આવે તો સત્કર્મનું ફળ દુઃખ થાય એમ ઠરે. હવે રહ્યાં આ જીવનનાં સુખ-દુઃખો. આ જીવનનાં તો પાંચ જ દુઃખ અનિવાર્યપણે બાકી રહે છે. જરા, વ્યાધિ, મરણ, પ્રિયવસ્તુનો વિયોગ અને અપ્રિય વસ્તુનો યોગ; તે ઉપરાંત તૃષ્ણાઓને લીધે પણ સુખદુઃખો ભોગ-

૧૦૭