પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ-મહાવીર


વાય છે. જો કાંઇ શોધ કરવા જેવી હોય તો આ દુઃખોમાંથી છુટવાના માર્ગની. જગતની સેવા કરવાની હોય તો આ વિષયમાં જ કરવા જેવી છે. આ વિચારથી પ્રેરાઈ એ આ દુઃખોનું ઓસડ શોધવા નીકળી પડ્યા. આ દુઃખોમાંથી હું છુંટું અને જગતને છોડાવી સુખી કરૂં. દીર્ઘ કાળના પ્રયત્ન પછી એમણે જોયું કે પહેલાં પાંચ દુઃખો અનિવાર્ય છે. એને સહન કરવા મનને બળવાન કર્યે જ છુટકો છે. બીજાં દુઃખો માત્ર તૃષ્ણાથી ઉત્પન્ન થતાં હોવાથી એનો નાશ કરવો શક્ય છે. બીજો જન્મ આવશે તો તે પણ તૃષ્ણાઓનાં બળને લીધે જ. મનને ચિંતન કરતું હુંમેશને માટે રોકી શકાતું નથી. એ જો સદ્વિષયમાં ન લાગે તો વાસનાઓ જ ભેગી કર્યાં કરશે. માટે એને સદ્વિષયમાં વળગાડી રાખવાનો પ્રયન્ત કરવો, એ જ પરમ પુરુષાર્થ છે. એથી સાત્ત્વિક વૃત્તિનાં સુખ અને શાન્તિ પ્રત્યક્ષપણે મળશે; એથી બીજાં પ્રાણીઓને સુખ થશે; એથી મન તૃષ્ણામાં તણાયા કરશે નહિ; એથી જગતની સેવા થશે. તૃષ્ણા જ પુનર્જન્મનું કારણ છે એ વાત સત્ય હોય તો મન નિર્વાસકનિક થવાથી પુનર્જમની ભીતિ રાખવાની જરૂર નથી. ध्रुवं जन्म श्रुतस्य च એ

૧૦૮