પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ-મહાવીર


જન્મો આવે તો પણ શી ફિકર છે? એ પુનર્જન્મની ઇચ્છા પણ રાખતો નથી, અને એથી ડરતો પણ નથી. જે સુખી પ્રાણીઓ પ્રત્યે સદૈવ મિત્રભાવથી જુએ છે, દુઃખીઆ પ્રત્યે કરુણાથી ભરાઇ જાય છે, પુણ્યશાળીને જોઇને આનંદિત થાય છે અને પાપીઓને સુધારી ન શકે તો એમને માટે નિદાન દયાભાવ અને અહિંસાવૃત્તિ રાખી રહ્યો છે, તેને જગતમાં શું ભયાનક લાગે ? એનું જીવતર જગતને ભારરૂપ થવાનો સંભવ જ ક્યાં છે ? અને છતાં કોઇને એનો પણ મત્સર આવે તોયે એ એને વ્યાધિ, મરણ, પ્રિય વસ્તુનો વિયોગ, કે અપ્રિય વસ્તુનો યોગ, એ સિવાય બીજું કયું દુઃખ આપવાનો હતો? આવી ભૂમિકા ઉપર દૃઢ થઈ બુદ્ધે શાન્તિ પ્રાપ્ત કરી. સુખની પ્રાપ્તિ અને દુઃખનો નાશ કેમ થાય એ શોધવું એ બુદ્ધને પ્રકૃતિના મુમુક્ષુનો સ્વભાવ છે.

સત્યની
જિજ્ઞાસા

૪. આ બન્ને પ્રયત્નોમાં સત્યનાં અન્વેષણની જરૂર પડે જ છે. જગતનું સત્ય તત્ત્વ શું છે? હું-હું કરીને આ દેહની અંદર જે ભાન થયા કરે છે, તે "હું' કોણ છું, કેવો છું, કેટલો છું? આ જગત શું

૧૧૦