પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ-મહાવીર


છે? મારી અને જગત વચ્ચે શો સંબંધ છે? ત્રીજી પ્રકૃતિના કેટલાક આર્યોએ સત્ય તત્ત્વની શોધ માટે જ પ્રયત્નો કર્યો, પણ જેમ બીજને જાણ્યાથી ઝાડનું સર્વસ્વ જ્ઞાન થતું નથી, અથવા ઝાડને જાણ્યાથી બીજનું અનુમાન થતું નથી, તેમ કેવળ છેવટનું સત્ય તત્ત્વ જાણવાથી ખરી શન્તિ થતી નથી; અને બુદ્ધે ઉપદેશેલી ભૂમિકા ઉપર આરૂઢ થયા પછી પણ સત્ય તત્ત્વની જિજ્ઞાસા રહી જાય તો તેને પણ અશાન્તિ રહી જાય છે. સત્યને જાણીને પણ અંતે બુદ્ધની ભૂમિકા ઉપર દૃઢ થઇ, સત્યની શોધ બાકી રહે છે. પણ જેમ ઝાડને જાણનારા મનુષ્યને બીજને શોધવા માટે માત્ર ફળની ઋતુ આવે એટલી જ વાર છે, તેમ એ ભૂમિકા ઉપર આવેલાને સત્ય આઘું નથી ભાસતું.

નિશ્ચિત
ભૂમિકા

૫. જન્મમૃત્યુના ફેરામાંથી મુક્તિ ઇચ્છનારાને, હર્ષશોકમાંથી મુક્તિ ઇચ્છનારાને, આત્માની શોધ કરનારાને, - સર્વેને અંતે તો વ્યાવહારિક જીવનમાં બુદ્ધની જ ભૂમિકાએ આવવું પડે છે. ચિત્તની શુદ્ધિ

૧૧૧