પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ-મહાવીર


નિરહંકારિતા, સર્વે વાદો-કલ્પનાઓ વિષે અનાગ્રહ, શારીરિક, માનસિક કે કોઇ પણ પ્રકારના સુખ માટે નિરપેક્ષા, બીજા ઉપર નૈતિક સત્તા ચલાવવાની પણ અનિચ્છા, જે છોડી ન શકાય એવી રીતે પોતાને આધીન છે તેનું અન્યને માટે પણ અર્પણ એ જ શાન્તિનો માર્ગ છે; એમાં જ જગતની સેવા છે, પ્રાણીમાત્રનું સુખ છે; એ જ પુરુષોત્તમપદે પહોંચવાનો ઉપાય છે. જેમ કોઇને કહીયે કે આ રસ્તે રસ્તે ચાલ્યો જા, જ્યાં એ રસ્તો પૂરો થશે ત્યાં તરે જે ઘેર જવું છે તે આવશે; તેમ આ માર્ગે ચાલી જનાર સત્ય તત્ત્વ આગળ આવીને ઉભો રહેશે તો માત્ર ત્યાંના કોઇ રહેવાસીને પૂછીને ખાત્રી કરી લેવાનું, કે આ જ સત્ય તત્ત્વ કે નહિ?

બુદ્ધપ્રકૃતિની
વિરલતા

૫. પણ બુદ્ધને જગત જીરવી શક્યું નથી. વદોને કે પરોક્ષની પૂજામાં પડ્યા વિના, ઐહિક કે ઓઆરલૌકિક કોઇ પણ જાતના સુખની આશા રાખ્યા વિના વિરલ મનુષ્યો જ સત્ય, સદાચાર અને સદ્વિચારને જ લક્ષ્ય બનાવી તેની ઉપાસન કરે છે. એ વાદો,

૧૧૨