પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

જે પોતે દુ:ખરહિત નથી, તેનાથી બીજાને સુખ કેમ થઇ શકે ? માટે જ્યાં જરા, વ્યાધિ, મરણ કે શોક ન હોય એવી વસ્તુની ખોળ કરવી યોગ્ય છે અને એનો જ આશ્રય લેવો જોઇયે.

વૈરાગ્યની વૃત્તિ

૭. આ વિચારમાં જે પડે તેને સંસારનાં સુખોમાં શો રસ લાગે ? જે સુખ નાશવંત છે, જેનો ભોગ એક ક્ષણ પછી જ કેવળ ભૂતકાળની સ્મૃતિરૂપ થઇ રહે છે, જે ઘડપણ, રોગ અને મરણને નજીકને નજીક ખેંચી લાવે છે, જેનો વિયોગ શોકને કરાવવાવાળો છે, એ સુખ અને ભોગમાંથી એનું મન ઉદાસ થઈ ગયું. જેના ઘરમાં કોઈ પ્રિય મનુષ્ય દીવાળીને દહાડે 'હમણાં મરશે' એવી સ્થિતિમાં હોય, તેને તે દિવસે પકવાન્ન વહાલાં લાગે ? કે રાત્રે દીપાવલિ જોવા જવાની ઈચ્છા થાય ? તેમ સિદ્ધાર્થને દેહનું જરા, વ્યાધિ, અને મરણમાં થનારૂં આવશ્યક રૂપાન્તર ક્ષણે ક્ષણે દેખાતું હોવાથી એને સુખોપભોગ તરફ કંટાળો આવી ગયો. એ જ્યાં ત્યાં એ વસ્તુઓને નજીક આવતી જોવા લાગ્યો અને પોતાનાં સગાંવહાલાં, દાસદાસી વગેરેને એ સુખની પાછળ જ વલખાં મારતાં જોઇ એનું