પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મહાભિનિષ્ક્રમણ


હૃદય કરુણાથી ભરાઇ જવા લાગ્યું. લોકો આવા જડ કેમ હશે? વિચાર કેમ કરતા નહિ હોય ? આવા તુચ્છ સુખ માટે કેમ આતુર થતા હશે ? પણ આ વિચારો ક્યારે કહી શકાય ? એ સુખને બદલે બીજું કોઇક અવિનાશી સુખ બતાવી શકાય તો જ એ વાતો કાઢવી કામની છે. એ સુખ શોધ્યે જ છુટકો. પોતાના હિત માટે એ સુખ મેળવવું જોઇયે અને પ્રિય જનો ઉપર ખરૂં હેત બતાવવું હોય તો પણ અવિનાશી સુખ જ શોધવું જોઇએ.

મહાભિનિષ્ક્રમણ

૮. આવો વિચાર કરતાં કરતાં કેટલોક વખત ગયા પછી, જોકે તે વખતે સિદ્ધાર્થ (૨૯ વર્ષનો) જુવાન હતો, એનો એક પણ વાળ પાક્યો ન હતો, અને એનાં માબાપ એને પરવાનગી દેતાં ન હતાં, આંખોમાંથી નીકળતા અશ્રુપ્રવાહથી તેમના ગાલ ભીંજાઈ ગયા હતા, તો પણ તે શિરોમુંડન કરી, ભગવાં પહેરી, ઘરમાંથી બહાર નીકળી ગયો.


સિદ્ધાર્થની કરુણા

૯. આમ સગાંસંબંધી, માતાપિતા, પત્નીપુત્ર વગેરેને છોડવામાં સિદ્ધાર્થ કાંઈ નિષ્ઠુર ન હતો. એનું હૃદય તો પારિજાતકથી પણ કોમળ થયું હતું. પ્રાણીમાત્ર