પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તપશ્ચર્યા

ભિક્ષાવૃત્તિ

૧. ઘર છોડી સિદ્ધાર્થ દૂર નીકળી ગયા. ચમારથી લઇને બ્રાહ્મણ પર્યંત સર્વ જાતિના માણસો પાસેથી મેળવેલી ભિક્ષાને એક પાત્રમાં ભેગી કરીને તે ખાવા લાગ્યા. પહેલવહેલાં એને આમ કરવું બહુ જ આકરૂં લાગ્યું. પણ એણે વિચાર કર્યો, "અરે જીવ, તને કોઇએ સંન્યાસ લેવાની જબરદસ્તી કરી ન હતી. રાજીખુશીથી તેં આ વેષ લીધો છે; રાજસંપત્તિનો આનંદથી ત્યાગ કર્યો છે. હવે તને આ ભિક્ષાન્ન ખાવામાં શાનો કંટાળો આવે છે ? મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદભાવ જોઇને તારૂં હૃદય ચિરાઈ જતું; પણ હવે તારી પોતાની ઉપર હીન જાતિના માણસનું અન્ન ખાવાનો

૧૧