પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તપશ્ચર્યા

.

અત્યંત કૃશ કરી નાખ્યું. કલાકના કલાક શ્વાસોચ્છ્શ્વાસને રોકી લઇ તે કાષ્ટની માફક ધ્યાનસ્થ થઇ બેસતા. આથી એના પેટમાં ભયંકર વેદના અને શરીરમાં દાહ થતાં. એનું શરીર કેવળ હાડકાનું ખોખું થઈ રહ્યું. છેવટે ઉઠવાની પણ એનામાં તાકાત ન રહી અને એક દિવસ મૂર્છાથી ઢળી પડ્યા, ત્યારે એક ભરવાડણે દૂધ પાઇને એને જાગ્રત કર્યા. પણ આટલું કષ્ટ વેઠતાં યે એમને શાન્તિ ન થઇ.

અન્નગ્રહણ

૮. સિદ્ધાર્થે દેહદમનનો પૂર્ણ અનુભવ લઇ લીધો અને જોયું કે કેવળ દેહદમનથી કશી પ્રાપ્તિ નથી. જો સત્યનો માર્ગ શોધવો હોય તો તે શરીરની શક્તિનો નાશ કરીને તો ન જ મળી શકે એમ એને લાગ્યું. તેથી એણે પાછું અન્નગ્રહણ કરવા માંડ્યું. સિદ્ધાર્થની ઉગ્ર તપશ્ચર્યાથી કેટલાક તપસ્વીઓ એના શિષ્ય સમાન થઇ રહયા હતા. સિદ્ધાર્થને અન્ન લેતા જોઈ એમને એને માટે હલકો અભિપ્રાય બંધાયો. સિદ્ધાર્થ યોગભ્રષ્ટ થયા, મોક્ષને માટે નાલાયક થયા વગેરે વિચારો બાંધી એમણે એનો ત્યાગ કર્યો. પણ સિદ્ધાર્થને કેવળ સારપ-કીર્તિ મેળવવા ન હતાં. એને તો સત્ય અને સુખ શોધવાં હતાં. એને વિષેના

૧૫