પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


સમ્યક્*[૧] જ્ઞાન - એટલે ચાર આર્યસત્યોને સારી પેઠે વિચાર કરી જાણવાં તે.

સમ્યક્ સંકલ્પ - એટલે શુભ કર્મો કરવાનો જ નિશ્ચય.

સમ્યગ્ વાચા - એટલે સત્ય, પ્રિય અને હિતકર વાણી.

સમ્યક્ કર્મ - એટલે સત્કર્મોમાં જ પ્રવૃત્તિ.

સમ્યગ્ આજીવ - એટલે પ્રામાણિકપણે જ આજીવિકા પ્રાપ્ત કરવા માટેનો ઉદ્યમ.

સમ્યક્ પ્રયત્ન - અથવા કુશળ પુરુષાર્થ.

સમ્યક્ સ્મૃતિ - એટલે હું શું કરૂં છું, શું બોલું છું, શું વિચારૂં છું એનું નિરન્તર ભાન.

સમ્યક્ સમાધિ - એટલે પોતાના કર્મમાં એકાગ્રતા, પોતાના નિશ્ચયમાં એકાગ્રતા, પોતાના પુરુષાર્થમાં એકાગ્રતા, પોતાની ભાવનામાં એકાગ્રતા.*[૨]


  1. *સમ્યક્ એટલે યથાર્થ અથવા શુભ.
  2. *ભાવનામાં એકાગ્રતા એટલે કદીક મૈત્રી -કદીક દ્વેષ, કદીક અહિંસા- કદીક હિંસા, કદીક જ્ઞાન - કદીક અજ્ઞાન, કદીક વૈરાગ્ય- કદીક વિષયેચ્છા એમ નહિ; પણ નિરન્તર મૈત્રી, અહિંસા,જ્ઞાન, વૈરાગ્યમાં સ્થિતિ એ સમાધિ છે.જુઓ ગીતા અ.૧૩-શ્લોક ૮થી ૧૧: જ્ઞાનનાં લક્ષણ.


૨૨