પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

શિષ્યોના ત્રણ ભેદ પાડ્યા છે. ગૃહસ્થ, ઉપાસક અને ભિક્ષુ.

૮. ગૃહસ્થે નીચેની પાંચ અશુભ પ્રવૃત્તિમાંથી દૂર્ રહેવું જોઇયે : (૧)પ્રાણઘાત, (૨) ચોરી, (૩) વ્યભિચાર, (૪) અસત્ય અને (પ) વ્યસનો.

તે ઉપરાંત એણે નીચેની શુભ પ્રવૃત્તિઓમાં તત્પર રહેવું જોઇયે : (૧) સત્સંગ, (૨)ગુરુ, માતા, પિતા અને કુટુંબની સેવા, (૩) પુણ્યમાર્ગે દ્રવ્ય સંચય, (૪) મનની સન્માર્ગમાં દૃઢતા, (૫) વિદ્યા અને કળાની પ્રાપ્તિ, (૬) સમયોચિત સત્ય, પ્રિય અને હિતકર ભાષણ, (૭) વ્યવસ્થિતતા, (૮) દાન, (૯) સંબંધીઓ ઉપર ઉપકાર, (૧૦) ધર્માચરણ, (૧૧) નમ્રતા, સંતોષ, કૃતજ્ઞતા અને સહનશીલતાના ગુણોની પ્રાપ્તિ અને છેવટે (૧૨) તપશ્ચર્યા, બ્રહ્મચર્ય વગેરેને માર્ગે જઇ ચાર આર્યસત્યોનો સાક્ષાત્કાર લઇ મોક્ષપ્રાપ્તિ.

ઉપાસકના ધર્મો

૯. ઉપાસકે ગૃહસ્થના ધર્મો ઉપરાંત મહિનામાં ચાર દિવસ નીચેનાં વ્રતો પાળવાં જોઇયે : (૧) બ્રહ્મચર્ય, (૨)

૨૪