પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.


(૧) પ્રાણઘાત, ચોરી, વ્યભિચાર અને અસત્ય ભાષણ એ ચાર દુ:ખરૂપ કર્મો; (૨) સ્વચ્છંદ, દ્વેષ, ભય અન્નેએમોહ એ ચાર પાપનાં કારણો અને (૩) મદ્યપાન, રાત્રિભ્રમણ, નાટક-તમાશા, વ્યસન, જુગાર, કુસંગતિ અને આળસ એ છ સંપત્તિનાશનાં દ્વારો.

આ રીતે પવિત્ર થઇને એણે માતાપિતાને પૂર્વ દિશા સમજી તેમની પૂજા કરવી. એમની પૂજા એટલે એમનું કામ અને પોષણ કરવું, કુળમાં ચાલી આવેલાં સત્કર્મો ચાલુ રાખવાં, એમની સંપત્તિનો યોગ્ય વિભાગ કરવો અને મરી ગયેલાં ભાંડુઓના ભાગનાં દાનધર્મ કરવાં.

ગુરુને દક્ષિણ દિશા સમજી એ આવે ત્યારે ઉભા થઇ, બીમાર હોય ત્યારે શુશ્રુષા કરી, શીખવે ત્યારે શ્રદ્ધાપૂર્વક સમજી લઇ, પ્રસંગે તેમનું કામ કરી અને એમણે આપેલી વિદ્યાને સંભારી રાખી એ દિશાની પૂજા કરવી.

પશ્ચિમ દિશા એ સ્ત્રીની જાણવી, એનું માન રાખવાથી, અપમાન ન થવા દેવાથી, એકપત્નીવ્રતથી,
૨૯