પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

ઘરનો કારભાર એને સોંપવાથી અને જોઇતાં વસ્ત્રાદિક પૂરાં પાડવાથી એની પૂજા થાય છે.

ઉત્તર દિશા એટલે મિત્રવર્ગ અને સગાંસંબંધી. એમને આપવા જેવી ચીજો એમને ભેટ કરવાથી, એમની સાથે મીઠાશ રાખવાથી, એમને ઉપયોગી થઇ પડવાથી, એમની જોડે સમાનભાવે વર્તવાથી અને નિષ્કપટ વ્યવહારથી એ દિશા બરાબર પૂજાય છે.

અધોદિશાનું વંદન સેવકને ગજા પ્રમાણે કામ સોંપવાથી, પૂરતો અને વખતસર પગાર ચુકવવાથી, બીમારીમાં એમની માવજત કરવાથી તથા સારૂં ભોજન અને સંગપ્રસંગે ઇનામ આપવાથી થાય છે.

ઉર્ધ્વ દિશાનું પૂજન સાધુસંતોના કાયા, વાચા અને મનથી આદર કરવાથી અને યોગ્ય વસ્તુનાં દાનથી થાય છે.

આ રીતનું દિશાનું પૂજન પોતાનું અને જગતનું કલ્યાણ કરવાવાળું નથી એમ કોણ કહેશે ?


શારીરિક
દશ પાપ

૩. પ્રાણઘાત, ચોરી અને વ્યભિચાર એ ત્રણ શારીરિક પાપ છે; અસત્ય, ચાડી, ગાળ અને બકવાદ એ ચાર વાચિક પાપ છે; અને પરધનની ઇચ્છા, બીજાના

૩૦