પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

નિયમ પાળીને હું મહાત્મા બુદ્ધપુરુષનું અનુકરણ કરવાવાળો થાઉં છું.

સાત પ્રકારની
પત્નીઓ

૫.વધક, ચોર, ધણી, માતા, બહેન, મિત્ર અને દાસી એવી સાત પ્રકારની પત્નીઓ થાય છે. જેને પતિ વિષે અંતઃકરણમાં પ્રેમ જ ન હોય, જેને પૈસો જ વહાલો હોય તે સ્ત્રી વધક (મારા)ના જેવી છે. જે ધણીના પૈસામાંથી ચોરી ખાનગી ધન કરે છે તે ચોરના જેવી છે. જે કામ કરતી નથી પણ અત્યંત ખાવાવાળી છે, પતિને ગાળો દેવામાં કસર નથી રાખતી તે ધણી (માલેક)ના જેવી છે. જે પત્ની એકના એક પુત્ર પ્રમાણે પતિની સંભાળ લઇ એની સંપત્તિ જાળવે છે તે માતાના જેવી છે. નાની બહેનની માફક જે ધણીને માન આપે છે અને તેના કહ્યા પ્રમાણે કરે છે તે બહેનના જેવી છે. જાણે કોઈ મિત્ર લાંબે વખતે મળતો હોય તેમ જે પતિને જોતાં જ હર્ષિત થઇ જાય છે, એવી કુલીન અને શીલવતી પત્ની મિત્રના જેવી છે. ધણી ચીડાય તો પણ જે ચીડાતી નથી, ધણી વિષે જે

૩૨