પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


પણ આ રીતે જાતિ કરતાં વિદ્વત્તા શ્રેષ્ઠ ઠરી અને વિદ્વત્તા કરતાં શીલ શ્રેષ્ઠ ઠર્યું. અને ઉત્તમ શીલ તો સર્વે વર્ણોના મનુષ્ય પ્રાપ્ત કરી શકે. માટે જેનું શીલ ઉત્તમ તે જ સર્વે વર્ણોમાં શ્રેષ્ઠ એમ સિદ્ધ થાય છે.

બુદ્ધ ભગવાન બ્રાહ્મણની વ્યાખ્યા કરે છે કે : "સર્વ સંસારનાં બંધનોને છેદીને, સંસારનાં દુઃખોથી જે ડરતો નથી, જેને કોઈ પણ ઠેકાણે આસક્તિ નથી, બીજાં મારે, ગાળો દે, બંધનમાં નાંખે તેને સહન કરે છે, ક્ષમા એ જ જેનું બળ છે, તેને હું બ્રાહ્મણ કહું છું; કમળના પાંદડા પર પડેલા પાણીના ટીપા પ્રમાણે જે જગતના વિષયસુખથી અલિપ્ત રહે છે તેને જ હું બ્રાહ્મણ કહું છું."*[૧]

શ્રેષ્ઠ યજ્ઞ

મનોરંજક અને બંધબેસતાં, બુદ્ધિમાં ઉતરે એવાં દૃષ્ટાન્તો અને કારાણો આપી ઉપદેશ દેવાની બુદ્ધની પદ્ધતિ અનુપમ હતી. એનું એક જ દૃષ્ટાન્ત અમે આપીશું. બુદ્ધના કાળમાં યજ્ઞમાં પ્રાણીઓનો વધ કરવાનો રિવાજ અતિ પ્રચલિત હતો. યજ્ઞમાં થતી હિંસા બંધ કરાવવાની લડત હિન્દુસ્તાનમાં બુદ્ધના કાળથી ચાલી


  1. *પાછળ 'વર્ણની સમાનતા' ઉપર નોંધ જુઓ.


૩૪