પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.


પુરોહિતના કહેવા પ્રમાણે રાજાએ જાહેરનામાં ચોંટાડી પ્રજાને પોતાનો અભિપ્રાય નિર્ભયતાથી અને સ્પષ્ટપણે જણવવા કહ્યું. સર્વેએ અનુકૂળ મત આપ્યો.

ત્યારે પુરોહિતે યજ્ઞની બધી તૈયારી કરી રાજાને કહ્યું, 'મહારાજ યજ્ઞ કરતાં મારૂં કેટલું ધન ખર્ચાઈ જશે એવો વિચાર પણ આપે મનમાં ન લાવવો જોઇયે; યજ્ઞ ચાલતાં બહુ ખર્ચ થાય છે એવો વિચાર ન લાવવો જોઇયે. યજ્ઞ પૂરો થયા પછી બહુ ખર્ચ થઈ ગયું એવો વિચાર ન લાવવો જોઇયે.

આપના યજ્ઞમાં સારા-નરસા સર્વે પ્રકારના માણસો આવશે, પણ કેવળ સત્પુરુષોના ઉપર જ દૃષ્ટિ રાખી આપે યજ્ઞ કરવો જોઇયે, અને ચિત્તને પ્રસન્ન રાખવું જોઇયે.'

આ રાજાના યજ્ઞમાં ગાય, બકરાં, મેંઢાં ઈત્યાદિ પ્રાણી મારવામાં આવ્યાં નહિ. ઝાડો ઉખેડીને તેના સ્થંભ બાંધવામાં આવ્યા નહિ. નોકરોને અને એમજુરોને જબરદસ્તીથી કામે લગાડવામાં આવ્યા નહિ. જેમની ઈચ્છામાં આવ્યું તેમણે કામ કર્યું; જેમને ન પાલવ્યું તેમણે ન કર્યું. ઘી,
૩૭