પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.

આપું છું. તાજું ઘાસ ખાઇ અને થંડું પાણી પી શીતળ હવામાં એ આનંદથી ફરો."

રાજસમૃદ્ધિના
નિયમો

એક વાર અજાતશત્રુ રાજાએ બુદ્ધની પાસે પોતાના અમાત્યને મોકલીને કહેવડાવ્યું કે "હું વૈશાલીના વજ્જી લોકો ઉપર આક્રમણ કરવા ધારૂં છું, માટે તે વિષે આપનો અભિપ્રાય આપશો."

આ સાંભળી બુદ્ધે પોતાના આનંદ નામના શિષ્ય તરફ વળીને પૂછ્યું, "આનંદ, વજ્જી લોકો વારંવાર ભેગા થઇને રાજકારણનો વિચાર કરે છે કે ?

આનંદ - હા, ભગવન્.

બુદ્ધ - એ લોકો ભેગા થઇને ઘેર પાછા ફરે ત્યાં સુધી એમનામાં એકસરખું ઐક્ય હોય છે કે ?

આનંદ - મેં એવું સાંભળ્યું છે ખરૂં

બુદ્ધ - એ લોકો પોતાના કાયદાઓનો ભંગ તો કરતા નથી ને ? અથવા એનો ગમે તેવો અર્થ તો કરતા નથી ને ?

આનંદ - જી,ના; એ લોકો અત્યંત નિયમપૂર્વક ચાલવાવાળા છે એમ મેં સાંભળ્યું છે.

બુદ્ધ- વૃદ્ધ રાજકારણી પુરુષોને વજજી લોકો માન આપી એમની સલાહ પૂછે છે ?
૩૯