પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.


"ભિક્ષુઓ, હું તમને અભ્યુન્નતિના સાત નિયમો સમજાવું છું તે સાવધાનપણે સાંભળો: (૧) જ્યાં સુધી તમે એકત્ર થઇને સંઘનાં કર્મો કરશો, (૨) જ્યાં સુધી તમારામાં ઐક્ય રહેશે, (૩) જ્યાં સુધી તમે સંઘના નિયમોનો ભંગ કરશો નહિ, (૪) જ્યાં સુધી તમે વૃદ્ધ અને વિદ્વાન ભિક્ષુઓને માન આપશો, (૫) જ્યાં સુધી તમે તૃષ્ણાઓને વશ થશો નહિ, (૬) જ્યાં સુધી તમે એકાંતપ્રિય રહેશો અને (૭) જ્યાં સુધી પોતાના સાથીદારોને સુખ થાય એવી કાળજી લેવાની ટેવ રાખશો ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થવાની છે, અવનતિ થશે નહિ.

"ભિક્ષુઓ, વળી હું અભ્યુન્નતિના બીજા સાત નિયમો કહું છું તે સાવધાનપણે સાંભળો: (૧) ઘરગતુ કામોમાં આનંદ માનશો નહિ; (૨) બોલવામાં સર્વકાળ વીતાડવામાં આનંદ માનશો નહિ; (૩) ઉંઘવામાં વખત ગાળવામાં આનંદ માનશો નહિ; (૪) સાથીદારોમાં જ સર્વ વખત ગાળી નાંખવામાં આનંદ માનશો નહિ; (૫) દુર્વાસનાને વશ થશો નહિ; અને (૬) અલ્પ સમાધિલાભથી કૃતકૃત્ય થશો નહિ. જ્યાં સુધી આ સાત
૪૧