પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપદેશ

.

પૂર્ણ-મારી ઉપર તેઓએ દંડપ્રહાર કર્યો નહિ, તેથી તે બહુ સારા લોક છે એમ હું સમજીશ.

બુદ્ધ-અને દંડપ્રહાર કર્યો તો ?

પૂર્ણ-શસ્ત્રપ્રહાર કર્યો નહિ એ તેમનું ભલપણ છે એમ સમજીશ.

બુદ્ધ-અને શસ્ત્રપ્રહાર કર્યો તો ?

પૂર્ણ-મને ઠાર માર્યો નહિ એ તેમની ભલાઇ છે એમ સમજીશ.

બુદ્ધ-અને ઠાર માર્યો તો ?

પૂર્ણ-ભગવન્‌, કેટલાએક ભિક્ષુ આ શરીરથી કંટાળીને આત્મઘાત કરે છે. એવા શરીરનો જો આ સુનાપરન્ત રહેવાસીઓએ નાશ કર્યો, તો તેણે મારા ઉપર ઉપકાર કર્યો છે એમ હું માનીશ. અને તેથી તે લોકો બહુ જ સારા છે એમ હું સમજીશ.

બુદ્ધ-સાધુ ! પૂર્ણ, સાધુ ! આવા પ્રકારના શમદમથી યુક્ત હોવાથી, તું સુનાપરન્ત પ્રદેશમાં ધર્મોપદેશ કરવાને સમર્થ થ‌ઇશ.

૧૩ દુષ્ટને દંડ દેવો એ એની દુષ્ટતાનો એક પ્રકારનો પ્રતિકાર છે. દુષ્ટતાને ધૈર્ય અને શૌર્યથી સહન કરવી, અને સહન કરતાં કરતાં પણ એની
૪૫