પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


દેવદત્ત

૧૨. એમનો ત્રીજો વિરોધી દેવદત્ત નામે તેમનો એક શિષ્ય જ હતો. દેવદત્ત શાક્ય વંશનો જ હતો. એ ઐશ્વર્યનો અત્યંત લોભી હતો. એને માન અને મોટપ જોઇતાં હતાં. કોઇ રાજકુમારને પ્રસન્ન કરી એણે આ કાર્ય સાધવા વિચાર કર્યો.

૧૩. બિમ્બિસાર રાજાને એક અજાતશત્રુ નામે પુત્ર હતો. દેવદત્તે એને ફોસલાવી પોતાને વશ કરી લીધો.

૧૪. પછી એ બુદ્ધ પાસે આવી કહેવા લાગ્યો, "તમે હવે ઘરડા થયા છો માટે સર્વ ભિક્ષુઓનો મને નાયક બનાવો, અને તમે હવે શાન્ત પણે બાકીનું આયુષ્ય ગાળો."

૧૫. બુદ્ધે એ માગણી સ્વીકારી નહિ. એમણે કહ્યું, "તું હજુ એ અધિકારને લાયક નથી."

૧૬. દેવદત્તને આથી અપમાન લાગ્યું. એણે બુદ્ધ ઉપર વેર વાળવા મનમાં ગાંઠ બાંધી.

૧૭. એ અજાતશત્રુ પાસે ગયો. એને કહ્યું, "કુમાર, મનુષ્યદેહનો ભરોંસો નથી. ક્યારે મરી જવાશે તે કહેવાય નહિ. માટે જે પ્રાપ્ત કરવાનું છે તે તુર્ત જ મેળવી લેવું જોઈયે. તું પહેલો

૫૪