પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કેટલાક પ્રસંગો અને અન્ત

.


દેવદત્તે રાજાના એક મત્ત હાથીને છોડાવી મૂક્યો. લોકો આમ તેમ નાસવા લાવ્યા. જેને જ્યાં જગ્યા દેખાઇ ત્યાં ચઢી ગયા. બુદ્ધને પણ કેટલાક ભિક્ષુઓએ એક માળ પર ચડી જવા બૂમ મારી. પણ બુદ્ધ તો દૃઢપણે જમીન પર જેમ ચાલતા હતા તેમ જ ચાલતા રહ્યા. પોતાની સર્વ પ્રેમવૃત્તિનું એકીકરણ કરી, એ સર્વ કરુણા પોતાનાં નેત્રોમાંથી એમણે હાથીના ઉપર વરસાવી. હાથી સૂંઢ નીચે નાખી એક પાળેલા કૂતરાની પેઠે બુદ્ધ આગળ ઉભો થઇ ગયો. બુદ્ધે એના ઉપર હાથ ફેરવી પોતાનો લાડ દર્શાવ્યો. હાથી ગરીબ બની પાછો ગજશાળામાં પોતાને સ્થાનકે જઇ ઉભો રહ્યો. "કોઇ લાકડીથી, કોઇ અંકુશથી અને કોઇ ચાબુકથી (જાનવરનું) દમન કરે છે, પણ મહર્ષિ બુદ્ધે લાકડી કે કાંઈ પણ હથીયાર વિના હાથીનું દમન કર્યું."

દેવદત્તની
વિમુખતા

૨૨. પછી દેવદત્તે કેટલાક શિષ્યોને ભોળવી જુદો પંથ કાઢ્યો. પણ એમને એ રાખી ન શક્યો અને સર્વે શિષ્યો પાછા બુદ્ધને શરાણે આવ્યા. કેટલેક કાળે દેવદત્ત માંદો પડ્યો. એને એનાં કર્મો માટે

૫૭