પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કેટલાક પ્રસંગો અને અન્ત

.


વિવેકથી ગુરુનો વિયોગ સહન કરી લીધો.


સ્તૂપો

બુદ્ધના ફુલો પર ક્યાં સમાધિ બાંધવી એ વિષે એમના શિષ્યોમાં બહુ પ્રેમકલહ થયો. છેવટે એ ફુલોના આઠ વિભાગ કરવામાં આવ્યા. એને જુદે જુદે ઠેકાણે દાટી એ ઉપર સ્તૂપો બાંધવામાં આવ્યા. એ ફુલ જે ઘડામાં રાખ્યા હતાં તે ઘડા ઉપર અને એમની ચિત્તાના કોલસા ઉપર બે સ્તૂપો બંધાયા.


બૌદ્ધતીર્થો

૨૪. ફુલ પરના આઠ સ્તૂપો નીચેની જગ્યાઓમાં છે: રાજગૃહ (પટના પાસે), વૈશાલી, કપિલવસ્તુ, અલ્લકપ્પ, રામગ્રામ, વેઠ્ઠદ્વીપ, પાવા અને કુસિનારા. બુદ્ધનું જન્મસ્થાન લુમ્બિની વન (નેપાળની તરાઇમાં), જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન બુદ્ધ-ગયા, પ્રથમોપદેશનું સ્થાન સારનાથ(કાશી પાસે) અને પરિનિર્વાણનું સ્થાન કુસિનરા એ બૌદ્ધ ધર્મના મુખ્ય તીર્થો તરીકે લાંબા કાળ સુધી પૂજાયાં.


ઉપસાંહાર

૨૭. એવી પૂજાવિધિથી બુદ્ધના અનુયાયીઓએ પોતાના ગુરુદેવ પ્રતિનો આદર બતાવ્યો. પણા એમણે પોતે તો છેવટના ઉપદેશમાં આ મુજબ કહેલું: "મારા

૫૯