પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ

પરિનિર્વાણ પછી માસ દેહની પૂજા કરવાની ભાંગજડમાં પડતા નહિ. મેં જે સન્માર્ગ શીખવ્યો છે તે પ્રમાણે ચાલવા પ્રયત્ન કરજો. સાવધાન, ઉદ્યોગી અને શાન્ત રહેજો. મારા અભાવે મારો ધર્મ અને વિનય એને જ તમારો ગુરુ માનજો. જેની ઉત્પત્તિ થઇ છે તેનો નાશ છે એમ વિચારી સાવધાનપણે વર્તજો."


ખરી અને
ખોટી પૂજા

૨૮. બુદ્ધદેવની પ્રસાદિના સ્થળોમાં ફરી આપણે એમની પૂજા કરી નથી શકવાનાં. સત્યન શોધન અને આચરણ માટે એમનો આગ્રહ તેને માટે ભારેમાં ભારે પુરુષાર્થ, એમની અહિંસાવૃત્તિ, મૈત્રી, કરુણા વગેરે સદ્ભાવનાઓને આપણા હૃદયમાં આપણે વિકસાવીયે એ જ એમના પ્રતિનો આપણો ખરો આદર હોઇ શકે; અને એમનાં બોધવચનોનું મનન એ જ એમની અવતાર તરીકેની આપણી પૂજા ગણાય.

૬૦