પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ


લોભી મનુષ્ય જે જે વસ્તુને જુએ તેમાં ધનને જ ખોળે છે. ઉકરડો હોય કે રસાળ જમીન હોય, નાનકડું ફુલ હોય કે સોનામહોર હોય, એ એમાંથી કેટલું ધન પ્રાપ્ત થાય એ જ તાકે છે. જે દિશાએ એ નજર નાંખે તે દિશામાંથી એ ધનપ્રાપ્તિનો સંભવ શોધે છે. એને આખું જગત ધનરૂપે જ ભાસે છે. ઉડતાં પક્ષીનાં પીંછાઓ, જાતજાતનાં પતંગીયાંઓ, હવાવાળી ટેકરીઓ, નહેર ખણી શકાય એવી નદીઓ, તેલ કાઢી શકાય એવા કુવાઓ, પુષ્કળ લોકો જ્યઆં આવતા હોય એવાં તીર્થસ્થાનો - સર્વેને એ ધન પ્રાપ્તિના સાધન રૂપે ઉત્પન્ન થયેલાં હોય એમ માને છે. આવી ચિત્તની દશાને લોભ સમાધિ કહી શકાય.

કોઇ રસાયનશાસ્ત્રી જગતમાં જ્યાં જ્યાં રાસાયનિક ક્રિયાઓના જ પરિણામ રૂપે બધું થયેલું જુએ છે. એ શરીરમાં, ઝાડોમાં, પથ્થરમાં, આકાશમાં સર્વત્ર રસાયનનો જ ચમત્કાર જુએ છે. એમ કહી શકાય કે એની રસાયનમાં સમાધિ થઈ છે.

કોઇ મનુષ્ય જ્યાં ત્યાં હિંસાથી જ જગત ચાલતું જુએ છે. મોટો જીવ નાનાને મારીને જ જીવે છે એમ એ સર્વત્ર નિહાળે છે. 'બળીયાને જ જીવવાનો અધિકાર છે, એવો નિયમ એ દુનીયામાં દેખે છે. એને હિંસાભાવનામાં સમાધિ થયેલી ગણાય.

વળી, કોઈ બીજો માણસ આખું જગત પ્રેમના નિયમ ઉપર જ રચાયેલું જુએ છે. દ્વેષને એ અપવાદરૂપે

૬૬