પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પા૦ ૨૩: શરણત્રય - જુદે જુદે નામે આ 'શરણત્રય'નો પ્રત્યેક સંપ્રદાયમાં મહિમા સ્વીકાર્યો છે. એનું કારાણ એ કે એ શરણત્રય સ્વાભાવિક જ છે. ગુરુમાં નિષ્ઠા, સાધનામાં નિષ્ઠા અને ગુરુભાઇઓમાં પ્રીતિ અથવા સંતસમાગમ એ ત્રિપુટિ વિના કોઇ પુરુષની ઉન્નતિ થતી નથી. બૌદ્ધશરણત્રયની પાછળ આ જ ભાવના રહી છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ જ ત્રણ ભાવનાને નિશ્ચય (સહજાનંદ સ્વામીમાં નિષ્ઠા), નિયમ (સંપ્રદાયના નિયમોનું પાલન) અને પક્ષ (સત્સંગીઓ માટે બંધુભાવ) એ નામોથી સંબોધી છે.

बुद्धं शरणं गच्छामि એ શરણની યથાર્થતા તો વાસ્ત્કવિક રીતે બુદ્ધ પ્રત્યક્ષ હતા ત્યારે જ હતી. પોતાના ગુરુની પૂર્ણતા વિષે દૃઢ શ્રદ્ધા ન હોય તો શિષ્ય ચડી શકે જ નહિ. જ્યાં સુધી બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી જ મુમુક્ષુને કોઉ દેવાદિકને વિષે ભૂતકાળના અવતારોની ભક્તિમાં રસ લાગે છે. ગુરુપ્રાપ્તિ બાદ ગુરુ એ જ પરમ દૈવત - પરમેશ્વર બને છે. વેદ ધર્મોમાં અનુભવ અથવા જ્ઞાનના આધારે રચાયેલા સર્વે ધર્મોમાં ગુરુને જ શ્રેષ્ઠ દૈવત ગણેલું છે.

પણ જ્યારે જ્યારે કોઇ ગુરુ સંપ્રદાય સ્થાપી જાય છે, ત્યારે ગુરુની ઉપાસનામાંથી પરોક્ષ અવતાર કે દેવની ઉપાસનામાં એ સંપ્રદાય ઉતરી પડે છે. કાળે કરીને આદ્ય સ્થાપક પરમેશ્વરપણાનું સ્થાન પ્રાપ્ત કરે છે, અને
૬૯