પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તુકારામ, વલ્લ્ભાચાર્ય, ચૈતન્યદેવ, નાનક, કબીર, નરસિંહ મહેતો, સહજાનંદ સ્વામી વગેરે કોઈ પણ સંતો વર્ણના અભિમાનને વખોડ્યા વિના રહ્યા નથી. એમાંના ઘણાખરાઓએ પોતાપૂરતં તો ચાલુ રૂઢિઓનાં બંધનો કાપી જ નાંખ્યા છે. સર્વેએ એ રૂઢિઓને તોડાવવાનો આગ્રહ કર્યો નથી, એનાં બે કારણો હોઇ શકે. જે પ્રમભાવનાના બળથી એમને પોતાને એ નિયમોમાં રહેવું અશક્ય લાગ્યું, તે ભાવનાના વિકાસ વિના એ રિવાજોનો ભંગ કશો ફાયદાકારક નથી તથા રૂઢિઓના સંસ્કારો એટલા બળવાન હોય છે કે એ સહેલાઇથી જીતી શકાતા નથી.

પા૦ ૪૧ : ફકરો બીજો - અભ્યુન્નતિના સાત નિયમો કહીને છ ગણાવ્યા છે. એક ભૂલથી રહી ગયો છે, તે નીચે પ્રમાણે : (૭) દુષ્ટની સંગતમાં પડશો નહિ.