પૃષ્ઠ:Chhayanat.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૯૫
 

કહ્યું.

‘હું કોઈનું આપ્યું સ્વરાજ્ય લેવા માગતો જ નથી.' ગૌતમે કહ્યું.

‘જવા દે એનું નામ ! એ તો હજી ગાંધીવાદની છાયામાં જ છે !’ મિત્રાએ કહ્યું.

‘શું ? હું ગાંધીવાદની છાયામાં છું ? મારી બદનક્ષી થાય છે !’ ગૌતમે કહ્યું.

‘સાચી વાતમાં બદનક્ષી કેવી ?’

‘ગાંધીવાદની કયી છાપ મારી ઉપર છે ? હું ખાદી પહેરતો નથી, અહિંસામાં માનતો નથી, રેંટિયો કાંતતો નથી...'

‘માત્ર ગાંધીવાદની બ્રહ્મચર્યને નામે ઓળખાતી શુષ્કતા, રસહીનતામાં ડૂબેલો રહે છે ! એને ગાંધીવાદી કહેવાય ?' ખડખડ હસતી મિત્રાએ કહ્યું.

‘નહિ તો બીજું શું ? સામ્યવાદમાં તો લગ્નનો સ્વીકાર જ ક્યાં છે ?’ નિશા બોલી.

‘સામ્યવાદ સ્થપાયા પહેલાં લગ્ન ભાંગવાં છે ?’ ગૌતમે પૂછ્યું.

‘અર્થવાદના મોરચા તોડીશું નહિ તો સામ્યવાદ સ્થપાશે કેમ ? કૉલેજનાં યુવકયુવતીઓએ તો એ મોરચા તોડવાનું શરૂ જ કરી દીધું છે. તું એક પ્રત્યાઘાતી રહી ગયો !’ નિશા બોલી ઊઠી.

‘હું પ્રત્યાઘાતી નથી; લગ્નમાં માનતો નથી.’

‘તો આવ અમારી પાસે; તારી માન્યતા સાબિત કરી આપ.' નિશાએ કહ્યું.

‘અને જો પેલાં બે જણ જગતનું ભાન ભૂલી કેવાં રસમગ્ન બન્યાં છે?’ મિત્રાએ એક પાસ અંગુલિનિર્દેશ કર્યો.

કોઈ મહાપ્રેમી-મહાવિલાસી પુરુષ અને સ્ત્રી આસપાસના જગતને વીસરી પરસ્પર વળગીને બેઠાં હતાં. સિનેમાનાં પ્રેમીઓ ? કે સિનેમા જોવા આવેલા પ્રેમીઓ ?

એ કોણ હતાં ? ઓળખાય એવાં તો હતાં જ. એ શું સામ્યવાદી હતાં ? ના. રાજદ્વારી ઠાઠથી એ ઓપતાં હતાં. એ માર્ગે જવાય ખરું ? પરંતુ ગૌતમને બીજો કોઈ માર્ગ જ દેખાયો નહિ.

ગૌતમને લાગ્યું કે તેના ઉપર પ્રાણવિનિમયનો પ્રયોગ થાય છે. ઈચ્છા નહિ છતાં તે ઊભો થયો અને આનંદથી ખેંચમાં ખેંચાતો હોય તેમ બંને યુવતીઓ તરફ ખેંચાયો. તેણે પગ આગળ મૂક્યો અને એક છરી તેની