પૃષ્ઠ:Chhayanat.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૦૯
 


મોટર સાઇકલ ઉપર એક ગોરો પોલીસ અમલદાર આગળ આવતો હતો. તેની પાછળ બીજી ત્રણ મોટર સાઇકલ ઉપર દેશી અમલદારો આવતા હતા અને સહુની પાછળ પોલીસના માણસો ભરેલી લૉરી આવતી હતી.

ટોળાં ઉપર પોલીસ ગોળીબાર કરે છે એવી વાત આજ સવારથી ચાલી રહી હતી. પૃથ્વીને હિંદુ કે મુસ્લિમવિહોણી બનાવવા કમર કસી આવેલાં ટોળાં એકાએક વીખરાવા લાગ્યાં.

‘કેમ ? હવે ભાગવા માંડ્યા ? પેલો ગોરો તમારો બાપ બનીને આવે છે માટે કે ? જોર હોય તો ચઢો ને એની સામે જુદ્ધે ! મગતરાં સાળાં !’ મેનામાએ અતિ ગ્રામ્ય, અતિ તીવ્ર અને ભણેલી છોકરી કદી જાહેરમાં ન બોલે એવાં ઉચ્ચારણ કર્યા. તેમને ખબર ન હતી કે રાજસત્તાના પ્રતિનિધિ ગોરાઓની સામે યુદ્ધે ચઢવાનું કહેનાર કેદમાં બેસવાને પાત્ર થાય છે ! જોકે તેમનું મહેણું બહુ સાચું હતું.

જોતજોતામાં રસ્તો ખાલી થઈ ગયો. મેનામા, નૂર અને ગૌતમ સિવાય પ્રજાજનમાંથી કોઈ ત્યાં ઊભું પણ ન રહ્યું. ગોરો અમલદાર થોડાં માણસો સાથે ટોળાંની પાછળ પડી માણસો હઠાવતો દૂર ચાલ્યો ગયો. જે થોડા હતા તે સત્તાના પ્રતિનિધિ હતા. સત્તાના એક પ્રતિનિધિએ પૂછ્યું :

‘કોણ છે તું ?'

‘હું કૉલેજમાં ભણતો વિદ્યાર્થી છું.’

‘શા માટે છરો લઈને બહાર નીકળ્યો ?’

‘મારું તેમ જ બીજાનું રક્ષણ કરવા.’

‘રક્ષણ કરવા ? તને ખબર નથી કે હથિયાર લેઈ ફરવાની મનાઈ છે?’

'મને ખબર નથી. અને ખબર હોય તોપણ એ મનાઈ હું માનું એમ નથી.'

'શું?'

'ફરી બોલ જોઉ ?’

‘પકડો એને ! ગુનો જતો કરવાનો નથી. આવા માણસો જ હુલ્લડ વધારે છે.' વારાફરતી પોલીસો બોલી ઊઠ્યાં.

‘એને શા માટે પકડો છો ? એણે તો મને બચાવી. નહિ તો અમે બને માર્યા જાત.' મેનામા બોલી ઊઠ્યાં.

‘બચાવવાનો અધિકાર એને નથી, પોલીસને છે.' પોલીસે કહ્યું.

‘એટલે હથિયાર ઉગામી ચૂકેલા ગુંડાઓને અમારે વિનંતી કરવાની