પૃષ્ઠ:Chhayanat.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦: છાયાનટ
 


શબ પાછળની મીઠાઈ ! એની પાછળ માનવબાળકો ! અને તે કૂતરાના મુખમાંથી ખેંચી કાઢીને મીઠાઈ ખાય ! મડદા પર ઓછાડનાં કપડાં પણ માનવી ઉપયોગમાં લે એવી દીનતા ! હિંદના અધઃપતનની આથી વધારે ઝળકતી નિશાની કયી હોઈ શકે ?

હિંદની બધી જ મીઠાઈ શબ ઉપર રચાય છે, ચોત્રીસ કરોડના જીવંત મૃત્યુ ઉપર એકાદ કરોડ માનવીને મીઠાઈ મળતી હોય એ તે માનવ પૃથ્વી કે રાક્ષસપૃથ્વી ?

‘જુઓ પહેલવાન, પેલું દૃશ્ય !’ ગૌતમે કહ્યું.

‘જોવાની જરૂર છે ? જરાક આપણામાં ફેર પડે તો આપણે પણ એમ જ કરતા થઈ જઈએ. ભૂખ એટલે શું તે તું જાણે છે ?' કીસને કહ્યું.

‘ના. એ જાણવા માટે જ મારે કેદખાનું જોવું છે.'

‘કેદખાનું તો સારું. એથી પણ વધારે ભયાનક છૂટાપણું હું તને બતાવું.’

‘આટલું બસ છે - આપઘાત કરવા માટે.'

‘જીવનનો મોહ કોઈને મરવા દેતો નથી.'

‘હું કેદખાનું જોઈ લઉં.’

‘નથી એ જોવા જેવું. અને ત્યાં કાંઈ સત્યાગ્રહીનું સુખ મળવાનું નથી.’

‘મને આખું હિંદ જીવતું કેદખાનું લાગ્યા કરે છે. હું ગૂંચવાઈ ગયો છું; મને એ સ્થળ કશો પ્રકાશ આપશે.'

‘પ્રકાશ આપે સૂર્ય, ચંદ્ર કે વીજળી. બીજા બધા પ્રકાશ ખોટા.’

‘શું દેશને...’

‘ઓ મૂરખ, કોનો દેશ અને કોનો વેશ ? જિવાય એટલું સુખથી, જોરથી જીવી લે. બીજાના ઉદ્ધારમાં પડનાર બધા જ ગૂંચવાઈ જાય છે !’

‘કેદખાને હું સાચા શ્રમજીવીઓને જોઈ શકીશ.’

‘ભલે ! બે વરસ જોઈ આવ. ચાલ હું જ તને પહોંચાડું.'

‘કેમ ?'

‘તું એ રીતે મને કામ લાગીશ.’

'કેવી રીતે ?'

‘જોયા પછી કહેજે.'

કીસન અને ગૌતમ પોલીસથાણે પહોંચી ગયા. રસ્તામાં કીસને ગૌતમને એક સારી હૉટેલમાં નાસ્તો કરાવ્યો. મોટા ભાગની હૉટલો બંધ