પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૪૩
 


‘ચાલવા દો. ફોજદાર સાહેબ ! તમને અને મને બંનેને જશ મળશે.'

ગૌતમે જે બન્યું હતું તે લખાવ્યું. સચ્ચાઈ માનવીને પ્રત્યેક પળે ગુનેગાર ઠરાવી શકે એમ છે. હોશિયાર ફોજદાર એવી ઢબે જવાબ લેતા હતા કે ગૌતમ ઝડપથી ગુનાની ચુંગાલમાં ફસાઈ પડે. ગૌતમનો ગુનો ન્યાયની અદાલતમાં પણ પહેલો જ દાખલ થઈ ગયો, અને પાંચછ દિવસમાં તો એના ઉપરનું કામ શરૂ થઈ ગયું.