પૃષ્ઠ:Chhayanat.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શઃ૧૧૪૭
 

બચાવભાષણો ભેગાં કરવામાં આવે તો પ્રત્યેક કામે બબ્બે વિરોધી મહાકાવ્યો ઊભાં થઈ શકે !

પછી તો ગૌતમ ગુના કરતો જ ચાલ્યો ! જાણીતા ગુંડાની ઓળખાણને લીધે એણે એને આશ્રય આપનારનું ઘર બચાવ્યું. ઘર બચાવ્યું એ મહત્ત્વની વાત ન હતી, પણ એનું અને ગુંડાઓના એક આગેવાનનું ઓળખાણ બહુ સૂચક ગણાય. કયા કયા સ્થળના હુલ્લડમાં તેનો હાથ નહિ હોય ?

છરો લેઈ એ આજ્ઞા વિરુદ્ધ તોફાની ટોળાની વચ્ચે ઊભો હતો. એ ગુનો એણે જાતે જ કબૂલ્યો. મુસ્લિમ છોકરીને કે હિંદુ ડોશીને બચાવવા માટે એ આગળ આવ્યો એ વાત ઉપજાવી કાઢેલી કહેવાય - અકસ્માત ફસાઈ પડેલી બાઈઓની હકીકત સાચી હોય તોપણ પોલીસનું કામ કરવાની તેની ફરજ ન હતી. હુલ્લડ બંધ પાડવા માટે છરી સાથે ફરવાની સત્તા આરોપીને સરકારે આપી ન હતી. એ સ્કાઉટ પણ ન હતો ! પોલીસને આવતી જોઈ એણે એકદમ આવો પરોપકારનો બુરખો ઓઢી લીધો કેમ ન હોય ?

વળી બીજા કોઈને નહિ અને આ સ્ત્રીઓને જ બચાવવા એ કેમ આગળ થયો ? એના નૈતિક ચારિત્ર્ય વિશે તપાસ થઈ નથી એ ખરું - પરંતુ દાળમાં કાંઈ કાળું હોવાની શંકા આવા માણસ માટે નામદાર ન્યાયાધીશને ઊપજે તો તેમાં ન્યાયાધીશનો કે કોઈનો શો વાંક ? એ સંતાયો હતો. એ ઘરમાં જ યુવતીઓ હતી. એ વાતને મહત્ત્વ આપી આરોપી પ્રત્યે અન્યાય કરવાનું મહાપાપ વકીલ સાહેબ ન જ કરે ! છતાં એ ઉપર ધ્યાન ખેંચ્યા વગર ન્યાયને ખાતર તો કેમ જ રહેવાય ?

જીવનના કાદવમાં પથરા ફેંકવાની માનવજાતની ફરજમાંથી વકીલો કેમ કરીને મુક્ત રહી શકે ?

ઉપરાંત, કાયદેસર કામ કરતા પોલીસ અમલદારોને તેણે અટકાવ્યા, એટલું જ નહિ, એક સિપાઈ ઉપર તો તેણે હુમલો પણ કર્યો. પહેલી ધોલ સિપાઈએ તેને મારી એમ કદાચ કબૂલ રાખવામાં આવે, તોપણ સામી ધોલ મારવાનો તેને અધિકાર કોઈ પણ કાયદો આપી શકે નહિ. સિપાઈની ભૂલ તેના ઉપરી આગળ તેણે લાવવી જોઈતી હતી. અગર વ્યથા કર્યા બદલ ડૉક્ટરના પ્રમાણપત્ર સાથે સિપાઈ ઉપર ફરિયાદ નોંધાવવી જોઈતી હતી. પોલીસ કેટલી મુશ્કેલીમાં કામ કરતી હતી. તેનો વિચાર કરતાં એકાદ ધોલઝાપટ તેનાથી ફેંકાઈ જાય તેથી નાગરિકોએ પોતાના મગજ ઉપરનો કાબૂ ગુમાવવો ન જ જોઈએ. શહેરના એક