પૃષ્ઠ:Chhayanat.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬ : છાયાનટ
 


‘આણે તો ખિસકોલાં પકડવા માંડ્યાં ! ચાલ, ચાલ હવે. સાવ ભેજુ ગેપ થઈ જાય તે પહેલાં બધાની ભેગો રહે !’ દયા લાવી વધારે આગ્રહપૂર્વક ખેંચ માણસોએ કરી.

‘મને નહિ ગમે એના વગર, હું ખરું કહું છું....’

'તે તને ગમાડવા માટે અહીં મોકલ્યો’તો, ખરું ને ?’

‘તમે જાઓ. હું એને લેઈને આવું ! તમે હશો ત્યાં સુધી એ ઝાડ ઉપરથી ઊતરશે નહિ.'

‘માળો ખરો મૂરખ દેખું ? તને તે છુટ્ટો અને એકલો મુકાય ખરો ? ચાલ.' ગૌતમને સહજ ઘસડીને આગળ લીધો.

પાછળ નૂરની ઘંટડી વાગી ! ગૌતમ ઊભો રહ્યો. તેણે આગળ વધવાની ના પાડી. સામે મજબૂત માણસો હતા. ગૌતમની માનસિક અસ્થિરતા જ આ હઠીલાઈમાં કારણભૂત હતી એમ માની દયા કરી તેમણે ગૌતમને ઘસડી સહુ ભેગો નાખ્યો. માણસોમાં તેનું મગજ ઠેકાણે આવી જશે એમ તેમની ખાતરી હતી.

વૉર્ડમાં જઈ સોંપવામાં આવેલું કામ કરવાની તેણે ના પાડી. થોડા ફટકા ખાઈ લીધા. તેના ચિત્તમાં પેલી નાનકડી ખિસકોલી જીવતી હતી, બીજું જગત મરી ગયું હતું. બે દિવસ સુધી તેણે કશું ખાધું નહિ. નાના ડૉક્ટર પણ તપાસીને ગયા. ગ્રેજ્યએટ કેદીનો વધારે સારો ઉપયોગ કરવાની તેમણે મોટા ડૉક્ટરને ભલામણ કરવાનો નિશ્વય કર્યો. કેદખાનાનો કોણ જાણે કેમ પણ ડૉક્ટરોને જ હવાલો સોંપાય છે. વાઢકાપ કરવામાં મેળવેલી માનસિક કઠણાશ કેદખાનાની વ્યવસ્થા માટે બહુ ઉપયોગી ગુણ ગણાતો હોય એ સંભવિત છે !

કેદીઓમાં વાત ચાલી કે ગૌતમ એક ખિસકોલી પાછળ ઘેલો થયો છે; એનું નામ પાડી. ‘નૂર' કહીને બોલાવે છે. અતૃપ્ત કામવાસનાઓથી ધગધગી રહેલાં કેદીઓનાં માનસ આવી વાતમાંથી અનેક વાર્તાઓ રચે છે અને બીભત્સ શબ્દચિત્રોમાં તેમને ઉતારી મનોરંજન કરે છે. એક વાત એમ પણ ચાલી કે ખિસકોલી પાળતી કોઈ ‘નૂર' ગૌતમની પ્રિયતમા હોવી જોઈ ! અને મશકરી, બીભત્સરસ એ તો પવિત્રમાં પવિત્ર જીવનવાહી પ્રેમને જ નામે વપરાય ને ? કેદખાનાની બહારનું જગત પણ બીજું શું કરે છે?

ડૉક્ટરના સમભાવી આગ્રહને માન આપી. તે આજે બે દિવસે હારબંધ બેઠેલા કેદીટોળામાં ટીનનું વાસણ લેઈ ખાવા બેઠો. રોટલો અને ભાજી એ બે વાનીઓ આજે સહુને મળી હતી. બેચાર દિવસ પછી કેદીઓને