પૃષ્ઠ:Chhayanat.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ:૧૬૭
 

મીઠાઈ મળવાની હતી. તેનો અત્યારથી આનંદ અનુભવતા કેદીઓ જરા મસ્ત બન્યા હતા.

એકાએક મુખમાં રોટલો મૂકતે મૂકતે ગૌતમે નૂરનો ટણટણાટ સાંભળ્યો અને તેના આખા દેહમાં હર્ષ વ્યાપી ગયો. તેને આશા હતી જ નૂર ગમે તેમ કરી. ગૌતમને શોધી કાઢશે.

‘નૂર !’ ગૌતમે બૂમ પાડી.

ખિસકોલીએ સામો જવાબ આપ્યો. કેદીઓ બધા ખડખડ હસી પડ્યા.

દૂરથી એક કુમળી ખિસકોલી એક પાસથી બીજી પાસ દોડી ગઈ દેખાઈ.

‘લે, બીએ છે શા માટે ?’ કહી ગૌતમે એક રોટલાનો ટુકડો દૂર ફેંક્યો.

‘એ...તું ક્યાં ખિસકોલાંને પાછો અહીં પેધાડે છે ?' એક બેડી બિરાદરે કહ્યું.

‘તારું શું જાય છે ?’ ગૌતમે પૂછ્યું.

‘મારું શું જાય છે ? બે દહાડાથી મારો રોટલો ખેંચી જાય છે !’

'તે તું ચોરીને રોટલો રાખી મૂકતો હોઈશ.’

‘બધાય કરે તે હું કરું છું.’

‘એ જ ખિસકોલી રોટલો ખાઈ જાય છે એવું શા ઉપરથી ? વકીલની ઢબે તેણે પોતાના માનીતા જાનવરનો બચાવ શરૂ કર્યો.

સામાવાળા કેદીએ જવાબ ન આપ્યો.

બપોર પછી કેદીઓની એક ટોળી કમ્પાઉન્ડમાં. ખોદકામ કરતી હતી. ગૌતમ પણ આ શારીરિક કસરતને અંગે મજબૂત બન્યો હતો, એટલું જ નહિ પરંતુ દેખાવમાં પણ તે બીજા કેદીઓની બહુ નજીક આવી ગયો હતો. કપાળનાં સ્વેદબિંદુ પોતાના પહેરણ વડે જ લૂછી નાખતા ગૌતમને ખભે એક હાથ પડ્યો.

‘જો તારી નૂર મારો રોટલો ખેંચે છે !’ ટમ્બલર નીચે ઢાંકેલા રોટલાના ટુકડાને ખેંચી કાઢવા મથતી એક ખિસકોલી તરફ અંગુલિનિર્દેશ કરતા એક કેદીએ ગૌતમને કહ્યું.

ગૌતમને ખિસકોલીનો પ્રયત્ન રમૂજભર્યો લાગ્યો. આનંદપૂર્વક હસતે ચહેરે એ નાનકડા જાનવરની રમત જોતો. તે બોલ્યો :

‘એટલા એક ટુકડામાં તું શું મરી જાય છે ? ખિસકોલીએ રોટલાનો ટુકડો બહાર કાઢ્યો અને ચારેપાસ નજર નાખી તે ઝડપથી તેને ખેંચવા