પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮ : છાયાનટ
 


સાડાપાંચ વાગી જવાથી કારવાળો ચાલ્યો ગયો હતો.

‘હા જી.'’ નોકરે કહ્યું.

એટલે ગૌતમ પગે ચાલી નીકળ્યો. જતાં જતાં તેણે નોકરનું વાક્ય સાંભળ્યું :

‘કેદમાંથી આવીને પાછા કાર લાવે છે !’

ગૃહિણીની પદ્ધતિ આખા ઘરમાં ફેલાઈ જાય છે. નોકરો પણ આ ઘરમાં મહેણાં મારતા બની ગયા હતા.

થોડી વારે તે ‘ગરવી ગુજરાત' પાસે પહોંચ્યો. ત્યાં પણ પઠાણે એને રોક્યો; સારાં કપડાં પહેરેલા બેત્રણ માણસોનું રોકાણ ન થયું. મકાન પાસે બેત્રણ કાર પણ ઊભી હતી. એટલે રોનક વગરનાં માણસને રોનકદાર મકાનમાં પેસતાં હરકત પડવી જ જોઈએ.

ગૌતમે ચિઠ્ઠી મોકલી અને તત્કાળ તેને અંદર બોલાવ્યો એટલું જ નહિ, તંત્રી ઊઠીને બારણા સુધી લેવા માટે પણ આવ્યા. તંત્રીને જોતા બરોબર ગૌતમ ચમક્યો.

‘આ તો જોયેલું મુખ છે !’ ગૌતમની યાદદાસ્ત મંથન કરી બોલી ઊઠી.

‘આવ, આવ, ગૌતમ ! તારી જ રાહ જોવાય છે. જરા બરછટ બનીને આવ્યો !’ તંત્રીએ તેનો હાથ પકડી સામે ખુરશી ઉપર બેસાડી કહ્યું.

‘જી.' માત્ર એટલો જ જવાબ આપવાનો વિવેક ગૌતમે કર્યો. હજી તંત્રી પૂરા ઓળખાયા ન હતા. ખાદીનું ધોતિયું, ખાદીનો લાંબો કોટ અને વાંકી ખાદીની ટોપીમાં તંત્રી સજ્જ હતા. અલબત્ત, એ ખાદી ગાંધીપથી ન હતી.

‘મને ઓળખ્યો તો ખરો ને ?’

‘ઓળખવા તો જોઈએ, પણ હજી....' ગૌતમે કહ્યું.

‘હા... હા... હા... ચાર વર્ષ માણસને કેવો ફેરવી નાખે છે ? જો. આ મારું કાર્ડ !' ખડખડાટ હસીને તંત્રીએ ગૌતમને કાર્ડ આપ્યું.

કાર્ડમાં લખેલું હતું :

કૃષ્ણદાસ કનિષ્ટ,
તંત્રી : 'ગરવી ગુજરાત.'

કૃષ્ણદાસ કનિષ્ટ ? નામ કદી સાંભળ્યું ન હતું. અલબત્ત મુખ જોયેલું ભાસતું હતું

‘અરે ગૌતમ ! કીસન પહેલવાન યાદ છે કે ?’ તંત્રીએ કહ્યું. અને