પૃષ્ઠ:Chhayanat.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦ : છાયાનટ
 

આ સાહેબ એક દેશી રાજ્યના મોટા અમલદાર છે. આપણે એમની તરફેણમાં લેખ લખવાના છે.' કૃષ્ણદાસ બોલ્યા.

‘પહેલો લેખ એ શરૂ કરો કે લોકશાસન હિંદમાં ચાલી શકે જ નહિ.’ અમલદારે કહ્યું.

‘શું ?’ ગૌતમે પૂછ્યું. આશ્ચર્ય એના મુખ ઉપર રમી રહ્યું.

‘હા, જી; મને કહેવું નહિ પડે.’ કૃષ્ણદાસે ગૌતમના આશ્ચર્યને ઢાંકી દેતાં કહ્યું.

‘બીજો લેખ એ લખો કે રાજા અને પ્રજા કેટકેટલે સ્થાને મળી એક બને છે ?'

'બરાબર. હું આપને રોજ ને રોજ લેખ તૈયાર કરી મોકલતો રહીશ.’ કૃષ્ણદાસે કહ્યું.

‘હું એક મહિનો અહીં રહીશ. એટલામાં અમારા રાજ્યની બધી ખૂબીઓ વિશે તમારે માહિતી પ્રગટ કર્યા કરવાની.’

‘બહુ સારું. રાજાસાહેબનો અંગત ખર્ચ પ્રજાની પણ આબાદી કેમ વધારે છે એ વિષે આપણે એક ચોપાનિયું કાઢીશું.’

‘ગમે તેમ કરી પ્રજાનું તોફાન અટકાવી દઈએ, અને રેસીડેન્સીની લાલ અાંખ ટાઢી પાડી દઈએ.’

‘હા, જી. પ્રચાર તો એવો કરીશું કે છ માસમાં આપ આ મારા મિત્રને પ્રકાશન-અમલદાર બનાવ્યા વગર રહેશો નહિ.’

કેદખાને કેળવેલી ઉદાસીનતા આ વાતચીત દરમિયાન ગૌતમે ધારણ કરી. લોકશાસનનો વિરોધ કરવા તેનું મન તૈયાર થશે ખરું ?

બીજી પાસ અલકની આંખ તેને પૂછ્યા કરતી હતી :

‘ભાઈ ! કાલ તો સાથે જ રહીશું ને ?’

અમલદાર ગયા. ગૌતમે કૃષ્ણદાસ બની ગયેલા માનવંત તંત્રીમાં કીસન ગુંડાને ઓળખી મહામુસીબતે એક માસ માટે આ પ્રચારકાર્યમાં સામેલ થવાની હા પાડી - જોકે બીજાં પત્રોમાં સમાજવાદની તરફેણમાં સાથે સાથે લખવાની પરવાનગી પણ એણે મેળવી લીધી. મહિનામાં બીજું કાર્ય મળી રહેશે એવી તેને કૃષ્ણદાસે ખાતરી પણ આપી. ગૌતમને તેમણે સાથે જમાડ્યો અને છાપખાનાના જ વિશાળ મકાનમાં રહેવા માટે બાંધેલા એક નાના પણ સુંદર વિભાગમાં તેની બહેનો સાથે રહેવાની સગવડ પણ તેણે કરી આપી.

આ અણધારી ખુશનસીબી ન કહેવાય ? સુંદર મકાન, સારી આવક,