પૃષ્ઠ:Chhayanat.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૧૫
 

કૉલેજ પાછળ પાંચસો-હજાર ખર્ચે છે; નાગેન્દ્ર ગજજર સાહેબનો દીકરો છે અને નિશા તો એક છોકરી છે.'

‘એમને જતાં કરી શકાશે. - આજ નહિ તો કાલ. પણ ગૌતમ મારી કૉલેજમાં ન જોઈએ. અને એને કોઈ પણ કૉલેજ સંઘરે નહિ એમ કરવામાં મને મારું મન ના પાડતું નથી. ગૌતમ સિવાય બીજા બધાને હું સાચવી લઈશ.'