પૃષ્ઠ:Chhayanat.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪: છાયાનટ
 

‘કોણે સાંકળ ખેંચી ?’ ગાર્ડે આવી પૂછયું.

સઘળા મુસાફરો સત્યવાદી હરિશ્ચંદ્ર બની ગયા અને તેમણે વિજયરાય તરફ આાંગળી કરી.

‘કેમ ? તમે સાંકળ ખેંચી ?’ ગાર્ડે વિજયરાયને પૂછ્યું.

‘મારા પુત્રને પેલા ભાઈ માર મારતા હતા.' વિજયરાયે સાચું કારણ કહ્યું. અલબત્ત ગૌતમ પણ સામો મારતો હતો. એ વાત કહેવા જેવી હતી ખરી.

‘કોણ મારામારી કરતા હતા ?’

‘પેલા બે જણા.’ સચ્ચાઈનો પાઠ ભણેલા મુસાફરોએ કહ્યું.

‘શા માટે ?’

‘જગાનીસ્તો મારામારી !’

‘એક તો ગાડીમાં બેસવું અને પાછી જગા માટે મારામારી કરવી !’ ગાર્ડે કહ્યું.

'તે તમે ગાડીમાં મફત બેસાડો છો ?’ ગૌતમે કહ્યું.

‘એ શાહુકારના દીકરા ! નામ લખાવ તારું ! અધવચ ઘસડીને ઉતારી મૂકીશ !’ ટિકિટ કલેક્ટરે કહ્યું. સામનો કરનાર ન હોય ત્યાં માનવી બહુ બહાદુર બની જાય છે. અને રેલ્વેના નોકરો તો રેલ્વેમાં પોતે રાજામહારાજા હોવાનું ભાન ધરાવે છે.

પરંતુ ગૌતમનું ભણતર કાયદાને આશ્રયે તેને કાંઈક હિંમત અપાવી રહ્યું હતું - જોકે હિંદભરમાં કાયદો અને વ્યવસ્થાને નામે કેટલી અવ્યવસ્થા ચાલી રહી હતી તેનું દિગ્દર્શન આ નાનકડા રેલગાડીના પ્રસંગમાં ગૌતમને થઈ જ ગયું હતું. તેણે કહ્યું :

‘ઘસડીને ઉતારો જોઈએ ?’

‘અરે, તમે શા માટે ઝઘડો કરો છો ? બેચાર કલાક ગાળવા તેમાં આ ધાંધળ શું ?' એક ઉતારુએ ગૌતમને કહ્યું.

'મોટા માણસ ખરાને ! એમનાથી કાંઈ બે કલાક ઊભા રહેવાય ? શો મિજાજ છે ! બીજા ઉતારુએ કહ્યું.

‘જગા મળી ન મળી. એમાં શી મોટી વાત છે ? પણ ભણેલાંઓને તો સાહેબી જોઈએ !’ ત્રીજા ઉતારુએ કહ્યું.

ગૌતમને ખરેખર ઊભા રહેવામાં અપમાન લાગ્યું ન હતું. ચાર કલાક ઊભા કરવામાં થાકની પણ એણે ગણતરી કરી ન હતી. એને માત્ર બે જ વસ્તુ ખૂંચ્યા કરતી. વધારેમાં વધારે નફો આપતા ત્રીજા વર્ગના