પૃષ્ઠ:Chhayanat.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬: છાયાનટ
 

'શાના?'

‘અરે, જવા દો સાહેબ ! સાંકળ ખેંચી એ બરાબર થયું. નહિ તો અમે બંને એકબીજાનાં ખૂન કરત.' પેલા ગુંડાએ કહ્યું.

જેના અન્યાય સામે તે યુદ્ધ કરતો હતો તે ગુંડો જ તેના બચાવમાં પ્રવૃત્ત થયો; જેમને માટે તે લડતો હતો એ સર્વ તેની વિરુદ્ધ થઈ ગયા હતા! નાનકડી મારામારી અને તે પણ બીજાઓ વચ્ચે ! તથા અડધા કલાકનું રોકાણ એ નિર્માલ્ય ઉતારુઓને હાડમારી રૂપ લાગી ગયું અને પોતાના પક્ષકારને પણ હલાલ કરવામાં તેમને સંકોચ થયો નહિ !

ગૌતમની સખ્ત ના અને પેલા ગુંડાની સમજૂતીને અંતે રેલ્વે સત્તાધીશોએ નામ લખી દંડના પૈસા માગવાનું મુલતવી રાખ્યું. બધાને ધમકાવી બેસાડ્યા - જોકે પાટલી ઉપર બેસવાની સગવડ ન હોવાથી ઘણા લોકો પાટલીની વચ્ચે પણ બેસી ગયા. જે એકબે ઉતારુઓ ગૌતમના ધાંધળને નાપસંદ કરી રહ્યા હતા તે વચ્ચે લાગ જોઈ પેલા ગુંડાના પાટિયા ઉપર તેનાથી સહજ દૂર બેસી ગયા. ગુંડાએ ગૌતમને પોતાની પાસે બોલાવ્યો. તેની પાસે જતા પહેલાં એક ઉતારુએ તેના કાનમાં કહ્યું :

‘કોની સાથે તું ઝઘડે છે ?’

‘કેમ ?'

‘એ તો પેલો કીસન ગુંડો, ઓળખતો નથી ?’

તેને ન ગણકારી ગૌતમ કીસન પાસે જઈ ઊભો અને ગાડી ચાલવા માંડી.

એકાએક ગૌતમે કીસનની પાટલી ઉપર બેઠેલા બે ઉતારુઓને સંબોધી કહ્યું :

‘ઊઠી જાઓ અહીંથી.'

‘કેમ ? શું છે ? શાનો મિજાજ કરે છે ?’ એક ઉતારુએ કહ્યું.

‘હું તમારે માટે જગા કરવા આ કીસન પહેલવાન જોડે ઝઘડ્યો. મને મદદ કરવાને બદલે તમે મને રેલ્વેનો ગુનેગાર ઠરાવ્યો અને હજી આ પાટલી ઉપર બેસવાની તમારે નફટાઈ કરવી છે ! ઊઠો છો કે નહિ ?’ ગૌતમે એક મુસાફરની બરાબર બોચી પકડી.

બંને જણ ઊભા થઈ ગયા.

‘પહેલવાન ! માફ કરજો, તમારા આરામમાં ખલેલ પહોંચાડી તે આપ હવે સૂઈ જાઓ. અમે કંગાલો તમારી જોડે બેસવાને લાયક જ નથી.' ગૌતમે કહ્યું. કીસન પહેલવાનનું નામ લોકોમાં જાણીતું હતું. એની ક્રૂરતા,