પૃષ્ઠ:Chhayanat.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આદર્શ :૪૫
 


‘શા માટે પોલીસને પ્રિન્સિપાલે મદદ કરી ?’

‘પ્રિન્સિપાલનો ઉપરી કોણ ? તેની પાસે જવાય કે નહિ ?’

'બધા જ પ્રિન્સિપાલો આવા નઠારા હશે ?'

‘પાછા ક્યારે જવાના ?’

‘શરીર દૂબળું કેમ પડ્યું ?’

‘ગાડીમાં સૂવાનું મળ્યું હતું કે નહિ ?’

'કેટલા દિવસનો ઉજાગરો થયો છે ?'

આમ સંબંધવાળા અને સંબંધ વગરના અનેક પ્રશ્નો જવાબ પૂરો અપાયા પહેલાં પુછાવા લાગ્યા.

ગૌતમને હસવું આવ્યું : ‘અરે પણ મને પૂરો જવાબ તો આપવા દો !’

બહેનો પણ સાથે સાથે ખડખડાટ હસી. તેમને પણ પોતાના વર્તનની વિચિત્રતા ધ્યાનમાં આવી. જવાબ પૂરો અપાયા વગર બીજો પ્રશ્ન કરવાની અને ભાઈ વિષેની બધી જ માહિતી લેઈ લેવાની ઉતાવળ વાજબી હશે, પરંતુ વ્યવહારુ તો ન જ હતી. છતાં પ્રશ્નો ઝડપથી પુછાયે જતા હતા.

કલાકેક વાતોની ઝડી વરસી રહી. પાસેના પડોશીઓ પણ જાગ્રત થયા. તેમાંથી જાણીતા એકબે જણે તો બારીએ આવી પૂછ્યું પણ ખરું :

‘કેમ રાયજી આવી ગયા કે ?’

'હા જી.' વિજયરાયે સામે જવાબ આપ્યો.

‘ગૌતમનું શું થયું ?’

‘મારી સાથે આવ્યો છે.'

‘ચાલો, સારું કર્યું. નહિ તો ધાંધળમાં પકડાઈ જાત.'

અલકનંદાએ પડોશીની વાણી સાંભળી પૂછ્યું :

'હેં ભાઈ ! તમે પકડાઈ જાત ?’

‘પકડાઉ પણ ખરો. એમાં શું ?’ ગૌતમે કહ્યું.

‘તમને કોણ પકડે ?’

‘પોલીસ.'

‘પેલા ચોરને પકડે છે તેમ ?'

‘હાસ્તો.'

‘પછી કેદખાને લઈ જાય ?’

‘બીજે ક્યાં ત્યારે ?’ હસતે હસતે ગૌતમે કહ્યું.

'હાય, હાય ! એ તો કેટલું બધું દુ:ખ થાય ! ભાઈ, તમે કેદખાને કદી