પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
છેલ્લું પ્રયાણ
 

 રાયદે કહે કે, ‘મેરેકુ ગામ જાનાં હે.’

મેડમ કહે ‘કોન ગામ?’

‘હમારા માડી ગામ.’

‘અચ્છા તો જાવ. મેં સાબકો બોલકે રજા દિલાઉંગી.’

‘યું નહિ.’

‘તો ક્યું?’

‘એ તુમારા જોટા દો, કારતુસ દો, ઘોડા દો, ડ્રેસ દો, તો જાનાં હૈ.’

મડમ કહેઃ ‘અચ્છા ભાઈ !’

મડમે રજા અપાવી, જોટાળી બંદૂક, કારતૂસ, ડ્રેસ, બધુ અપાવ્યું, ને રાયદે તે પહેરી ઘોડેસવાર બની બારાડી તરફ ઊપડ્યો. ને રસ્તે એની ખોપરી બોલતી રહી: ‘આંઉ જડે દેવેકે, વજેકે, સામતકે, હી બધાય જામકે, મૂંજી બાયડી રખીને વીઠો અય હી ગાંગે કે જડે ઘુમી ડિયાં, ફૂંકી ડિયાં, મારી ઊંખ્યાં, તડે જ ઠીક ચોવાય. મુંજા પેજો મારીતલ કો જીરો રે તો તો આંઉ મુંજી માજે પેટ પાણે પડ્યો ચોવાઉં. (હું જ્યારે દેવાને, વજાને, સામતને, એ બધા જામને તેમજ મારી બાયડીને રાખી બેઠેલ ગગાને ફૂંકી દઉં, ત્યારે જ ઠીક કહેવાય. મારા બાપનો મારનાર કોઈ જીવતો હોય ત્યાં સુધી હું માને પેટ પાણો પડ્યો કહેવાઉં.)