પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૯૩
 



વજીર હશે વલ્યાતમાં, કાયમ વીંજે કેસ,
ફાંકડા ફોજદાર કે, રણમેં ધીસે રાયદે.

(વિલાયતમાં વજીરને હાથ રોજ મામલા પહોંચે છે. ફાંકડા ફોજદારોને રાયદે રણમાં સંહારે છે.)

હાકેમ હાલારજા, કંગાલ માડુજા કાર,
ઉન્જે ફાંદે મેં ફાર, રિસતી તોજી રાયદે.

(હાલારના હાકેમોના પેટમાં તારો ફાળ રહે છે, હે રાયદે. )

આંબરડી ઝોરી એકડી, દાત્રાણા ઘોરે ડી,
દેવડિયે કે દબિયો, રાતે ફુલેકાં રાયદે.

(એક દિવસે આંબરડી ગામ ભાંગ્યું, ધોળે દહાડે દાત્રાણું ભાંગ્યું, દેવાળિયાને દાબી દીધું, ને રાતે તું ફુલેકાં ફર્યો.)

ત્રાડ દિયે તુંબેલ, હાલારમેં હલાય ના,
સુરો ચારણ છેલ, રફલે ધબે રાયદે.

બીજું વૃત્તાંત એમ મળે છે કે રાયદેએ ઘોડો, બંદૂક, ડ્રેસ વગેરે પલટનમાંથી નહિ પણ આ રીતે મેળવ્યાં: પોતે માની રજા લઈ ખંભાળીઆ જાય છે. રસ્તે ‘ઘઈનો પુલ’ એ ઠેકાણે એક ઘોડેસવાર જમાદાર ટપાલ લઈને જતો હતો તે મળ્યો. રામ રામ કર્યા. જમાદારે પૂછ્યું :

‘કયાં જાય છે?’

‘ખંભાળીએ ડોલા (તાબૂત) જોવા.’