પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
છેલ્લું પ્રયાણ
 

 ‘કેવો છો?’

‘મકરાણી’

ઘઈ નદીના પુલ પાસે જમાદાર નીચે ઊતર્યા, રાયદેને પોતાનો ઘોડો ઝાલવા દીધો. જોટાળી બંદૂક ઝાડને થડ ટેકવીને પેશાબ કરવા ગયા.

‘વાહ ! માતાજીએ હથોહથ દીધાં. જમાદાર ! લ્યો રામ રામ !’

એમ કહેતો, રાયદે ઘોડે ચડી જોટાળી લઈને ભાગ્યો.

નગરની ગાદીએ વીભો જામ હતા. તેણે અમલદારોને તેડાવી સભા ભરી પોતે ભાષણ આપ્યું કે, તમે રાજપૂત થઈ ગામ ગરાસ ખાવ છો, સરકારી નોકર કહેવાવ છો ને ખાલી બગલૂસ (પટા) ગટર બાંધી ફરો છો, પણ એક રાયદેને હાથ કરી શકતા નથી, તેમ ઠાર કરી શકતા નથી, માટે મને બહુ રંજ થાય છે.

સભાસદો નીચું જોઈ ગયા. જામ સાહેબે, રાયદે ન પકડાય ત્યાં સુધી અમલદારોના પગાર બંધ કર્યા.

રાયદેને ખેડૂતો રોટલા આપે છે એમ વિચાર કરીને ખંભાળીઆ તથા કલ્યાણપરના અમલદારોએ દરેક ગામમાં નોટીસો ચોડી કે ખેડૂતોએ રોટલા ઘેરે ખાઈને જ સીમમાં જવું, કાંઈ અન્ન લઈ જવું નહિ.