પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૯૫
 

 થોડા દિવસ પછી ખંભાળીઆ ગામે જઈ ત્રણ ગધેડાં ઊભાં રહ્યાં. તેને માથે છાલકાંમાં પંદર મણ લાડવા હતા ને સાથે એક ચિઠ્ઠી હતી. તેમાં લખ્યું હતું કે, હું ગરીબ ખેડૂતના રોટલા ઝૂંટતો નથી, ઓરતને લૂંટતો કે અડતો નથી, જાન લૂંટતો નથી, ખોટું બોલતો નથી, કોઈ માગણને પૈસાની ના કહેતો નથી, બાયલાપણું કરતો નથી. હું ખેડુના રોટલા ઝૂંટીને ખાઉં તો બહારવટું થાય નહિ તેની ખાતરી માટે આ લાડવા મોકલું છું તે સંભાળી લેજો. ને બીજું કાંઈ જમવા મન થાય તો કહેવરાવજો, મારી પાસે મીઠાઈ ઘણી છે.

લિ. રાયદે.’
 

આ લાડવા એણે રાણ ગામમાં વળાવીને મોકલ્યા હતા.

પરિણામે અમલદારેએ ખેડૂતને રોટલા સીમમાં લઈ જવાની છૂટ આપી.

‘પૂના, સાગા, રામા ભા, સુણો, પાણજે પાનેલી જોરણી અય, ને ડીએજ જોરણી અય. ન જોરાં તો જોગમાયાજી દુવાઈ. હણે ભલે મુંજે પઠાણ મારી ઉખય.’

આ રીતે એક દિવસ રાયદેએ જ્યારે સાંભળ્યું કે પાનેલી ગામ પર તો ગોંડળ રાજનો એક પઠાણ ફોજદાર પચાસ પઠાણોને લઈ રાયદેને જેર કરવાનું બીડું ઝડપીને બેઠો છે કે, રાયદે આવે તો ક–જગ્યાએ (ગુદામાં) બંદૂક મારી ઠાર કરું, ત્યારે તેણે સાથીઓ સમક્ષ પાનેલી ભાંગવાની—ને તે પણ દિવસે ભાંગવાની પ્રતિજ્ઞા કરી.