પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
છેલ્લું પ્રયાણ
 

 એક દિવસ એક વાદી બહારવટિયાના રહેઠાણમાં આવ્યો ને રાયદેના રાસડા બોલવા લાગ્યા. બહારવટિયાએ એને ઈનામ આપીને કહ્યું કે, 'હી તોજો રાવણહથ્થો મુકે ડે, ને તોજો પોશાક પણ ડે.' પછી પોતે એ બધો પોશાક પહેરી રાવણહથ્થો લઈ, સાથીઓને કહ્યું: “આંઈ બધા હણે ઘડીક હીતે વિયો તાં તો આંઉ હીન ઘડી અચાતો. જરા પાનેલી વિનીચાં.' ( તમે બધા થોડીવાર અહીં બેસો. હું જરા પાનેલી જઈ આવું.)

એમ વાદીવેશે શહેરની તરતપાસ કરી આવી, અને ફોજદારને પણ મળી, રાયદે અહીં છે, સામે ડુંગરે બેઠો છે એવી ખબર પણ દઈ, પોતે રાતે પાછો આવ્યો અને ટોટેળી લઈ પાનેલી પર પડ્યોને ફોજદાર એની પાર્ટી વગેરેને દબાવી દઈ કહ્યું : 'કો પઠાણ! તું કો ચોતો વો, કે રાયદે અચે તો આંઉ ક–જગ્યાએ બંધૂકે મારી મારી ઉખ્યાં. ગીન હિન્જા ફલ.” એમ કરી બંધૂકોના ઘોડા ચડાવ્યા. બધાને પકડી પૂરી દીધા. પછી ગામ લૂંટ્યું. પછી પૂરેલાને છોડી કહ્યું કે, 'ડૈ દયો હીન્જી બંધૂકું. ધીંગાણું કરણું આઈ? ” (દઈ દ્યો એમની બંદૂકો. ધીંગાણું કરવું છે?)

પછી મોરનાં પીછાં લાવી, ફોજદારની પાછળ બ્રિચીઝમાં ખોસી મેર બનાવીવે ને પીઠ ફેરવી ઊભો રાખી પછી કહ્યું, “હવે નીચે નમી નમીને કુકડૂ કૂ બોલ ને પાછો ઊભો થઈને કુકડ઼ કુ બોલ. જો બોલતો બંધ થઈ ગયો છે ને, તે પાછળથી બંદૂકે દઈશ.'