પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૯૯
 

 પડાઈ ઉખજા, બંધૂકું છડી દીજા.' (મરદ થઈને ભાગો છે? દાઢીઓ રાખી છે ને બંદૂકો બાંધી છે, તો પણ ભાગો છો? તમે તો મને ગોતતા હતા ને હવે મળ્યો છું ત્યારે ભાગો છો? મને આવી ખબર હોત તો હું મળત જ નહિ. હવે દાઢી–મૂછ પડાવી નાખજો વગેરે.)

રાજ્યે છેવટે પરોડીએ રહેતી એની બહેન માણસીબાઈ પર દબાણ કર્યું. પકડીને ખંભાળીએ લઈ ગયા. બહેન તો ન ચળી, પણ બનેવી ગળી ગયો. એને બાઈએ કહ્યું: ‘અરે ભૂંડા ! અટાણે ખડ ખા છ?’ લાચાર બેને દશ દિવસની મુદ્દ્ત મેળવી. ભાઈને પરોડીઆ ગામે બોલાવ્યો. રાયદે બહેનને ઘેર ગયો ત્યારે બહેને વિનવ્યો કે, ‘હવે બસ થયું. હવે કાંઈ કરવું નથી. આપણા ચારણોને જેલમાં પૂર્યા છે. જામ સાહેબ અને રાઘવભાઈ વજીર કહે છે કે, રાયદે જો હથિયાર છોડે તો એને અમે કાંઈ નહિ કરીએ, ને એના ચારણને છોડશું. એટલે રાયદેએ પોતાના જે સંબંધીઓ પુરાયા હતા તેમને છોડાવવા માટે શરણે જવાનું નક્કી કરી બહેનને કહ્યું, ‘ભેણ ! હણેં તો દરેક અમલદાર કે ચોઈજ જે આંઉં કલ ધરમસાલામે અચીન્દો. જેડી માતાજીજી મરજી.’

રાયદેને અભયવચન આપી માનપાનથી પોલીસ રસાલો લઈ જતા હતા, ત્યારે સીમાડે એક કાગડો બોલ્યો. બહારવટામાં પણ ગામ ભાંગવા જતી વેળા કાગડો બોલે ત્યારે રાયદે સાથીઓને પૂછતો કે ‘કાગડો કો