પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
છેલ્લું પ્રયાણ
 

 કૂછેતો ?’ (કાગડો શું બોલે છે?) અને પછી એનો પોતાને મનમાં ઊગે તે અર્થ કરતો. એ રીતે અહીં પણ એણે કાગડાને બોલતો સાંભળી સાથીને પૂછ્યું કે, ‘સામત, કાગડો કે કૂછેતો?’ સામત કહે, ‘કાગડો ચ્યેતો કે આજ ડી સુધી જે બાધુરી કઈ હીન જે મથે પાણી ફરી વ્યો ને હણે તુરંગમેં સડી સડી મરી રોન્દા.’ (કાગડો કહે છે કે જે બહાદુરી કરી તેને માથે પાણી ફરી વળ્યું ને હવે જેલમાં સડી સડી મરી રહેશું. )

રાયદે કહે, ‘ના, કાગડે હીં કૂછેતો કે બધાય ઘેર અચના. પણ દગો થીન્દો. પણ વાંધો નાંય.’ (ના, કાંગડા એમ કહે છે કે બધા ઘેર આવીશું પણ દગો થશે, પણ હવે વાંધો નહિ.)

છ મહિનાની સારી રખાવટ પૂરી થઈ ને રાયદે પર કામ ચાલ્યું; કાળા પાણીની સજા થઈ. એ અને સામત થાણાની જેલમાં જુદે જુદે ઠેકાણે જેલ ભોગવે છે, એક વરસ થઈ ગયું છે. એક વાર કામગરીમાં રાયદે ને સામત ભેગા થઈ ગયા; ત્યાં કાગડો બોલ્યો. રાયદે કહે, ‘સામત, કાગડો કૂછેતો કે હીતેથી ભજો તો આંઈ કે લાભ અય.’ (કાગડો કહે છે કે અહીંથી ભાગી છૂટો તો તમને લાભ છે.)

સામત કહે, ‘હેડી સાતથરી જેલ પઈ અય. હીનમેં સે ભજણું કી ?’

રાયદે: ‘ભજણો હીનમેં તો કી નાય.’

બંને જણાએ સંતલસ કર્યો. રાતે રાયદે જ પોતાની