પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો રાયદે
૧૦૧
 


બરાક તોડી સામતને કાઢવા એના ખંડના છાપરા પર ચડ્યો ને ઉપલી બારીના સળિયા હચમચાવ્યા, પણ છાપરું આખું હાલી ઊઠ્યું. નળિયાં પડ્યાં; સંત્રીઓ સાવધ બન્યા. રાયદે તો મકાનના છાપરા પર હતો. નીચે ઊતરે નહિ, બહુ સમજાવી ઉતાર્યો, પૂર્યો; પછી જામનગર સાથે લખાણ કર્યું. ત્યાંથી આ બેઉને આંદામાન કાળે પાણીએ મોકલી દેવાની સૂચના આવી.

‘હાલો તમને પાછા જામનગર લઈ જવા છે ને ત્યાં પહોંચાડી છોડી દેવાના છે,’ એમ કહીને બેઉ કેદીઓને વહાણમાં બેસારી કાળા પાણીના બેટમાં ઉતારી દીધા, ને ગોરા ઉપરીને એમના કાગળીઆં પણ સોંપ્યાં.

કેસનાં કાગળીઆ વાંચતાં સાહેબને માયા થઈ. રાયદેને પાસે બોલાવ્યો, ને એની વાતોથી સંતોષ થતાં તેને મુકાદમ બનાવ્યો ને સદરમાં ફરવાહરવા છૂટ આપી. રાયદે તો કાળાં પાણીની વચ્ચે બેટમાં ફરેહરે છે. એમાં એક દિવસ એવું બન્યું કે કેદીઓમાં કાંઈક કુસંપ થ્યો, તેમાં સામતને એક કેદીએ ગેરશબ્દો કહ્યા.

રાયદે શાંતિથી એ કેદીને પોતાની પાસે તેડાવી સમજાવવા લાગ્યો.

‘આંઈ કુલાઈ બન્જો તા? હીતે તો પાણ હકડી ખાઈ જા ગલૂડિયા ચોવાયું. ને અસીંકે દુઃખ હોય તો આંઈજે મદદ દેંણી ખપે, ને આંઈકે દુઃખ હોય તો અસીંકે